
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા પ્રસંગ જ્વેલર્સમાં ત્રણેક દિવસ અગાઉ લૂંટારુંઓ ત્રાટક્યા હતા. લૂંટના ઈરાદે આવેલા બન્ને લૂંટારૂઓએ દાગીના જોતા જોતા દુકાનદાર અને નોકર પર હુમલો કરી નાસી ગયા હતા. ત્યારે સુરત પોલીસે આ મામલે ગુનો નોંધીને ગણતરીના દિવસોમાં જ આરોપીઓને ઝડપી લીધા છે. ઝડપાયેલા બંને આરોપીઓમાં સંદીપ ડુંગરાણીએ રૂપિયાની જરૂર હોવાથી વતનથી તેના મિત્ર નિકુલ ભીંગરાડીયાને બોલાવીને ચોરી કરી હોવાનું ખૂલ્યું છે. બાદમાં બન્ને મિત્રોએ જ્વેલર્સને ત્યાં રેકી કરીને પછી લૂંટને અંજામ આપવાના હતા. જેમાં ચપ્પુથી હુમલો કરીને બંને નાસી ગયા હતા. ક્રાઈમ બ્રાંચે આરોપીઓને ઝડપી લઈને વાહન ચોરી સહિત વધુ એક લૂંટના ગુનાનો પર્દાફાશ કર્યો છે.