Surat Minor Girl Raped in Bus : રાજકોટમાં ચાલતી બસમાં સુરતની તરુણી પર દુષ્કર્મની ઘટના, આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન

Surat Minor Girl Raped in Bus : રાજકોટમાં ચાલતી બસમાં સુરતની તરુણી પર દુષ્કર્મની ઘટના, આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન

Surat Minor Girl Raped in Bus
Surat Minor Girl Raped in Bus

Surat Minor Girl Raped in Bus : મહિલા અને બાળકીઓ માટે કથિત રીતે સુરક્ષિત કહેવાતા ગુજરાતમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં રાજકોટમાં સુરતની તરૂણી સાથે બસમાં દુષ્કર્મ આચર્યુ હોવાની માહિતી સામે આવી છે. પોલીસે હાલ આ મામલે તરૂણીનું નિવેદન નોંધી અલગ-અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી છે.

Surat Minor Girl Raped in Bus : મળતી માહિતી મુજબ, સુરતની તરૂણી રાજકોટમાં હોસ્ટેલમાં ભણતી હતી અને પોતાના ઘરે સુરત જઈ રહી હતી. સ્લીપર કોચવાળી બસમાં તરૂણી સુરત જઈ રહી હતી. ત્યારે મૂળ ગીર-સોમનાથના આરોપી વિજય બારડે તરૂણીનો પીછો કર્યો અને તેની પાછળ-પાછળ બસમાં ચઢી ગયો. બાદમાં આરોપીએ બસમાં જ તરૂણી પર દુષ્કર્મ આચર્યું હતું. મળતી માહિતી મુજબ, આરોપી વિજય બારડ તરૂણીની હોસ્ટેલમાં જ કામ કરતો હતો અને બંને એકબીજાના સંપર્કમાં પણ હતાં.

Surat Minor Girl Raped in Bus : તરૂણી જ્યારે સુરત પહોંચી તો તેણે પોલીસ સ્ટેશને જઈ સમગ્ર બાબતે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે તરૂણીનું નિવેદન નોંધ્યું છે અને શારીરિક રિપોર્ટ માટે હોસ્પિટલ મોકલી આ મામલે વધુ તપાસ હાથ છે. નોંધનીય છે કે, આરોપી હજુ સુધી પોલીસની પકડમાં આવ્યો નથી. પોલીસે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *