Supreme Court News:
સુપ્રીમકોર્ટ માં પહેલી વાર કાગળોનાં ઉપયોગ વિના (paperless) થશે સુનાવણી

Supreme Court

Supreme Court News: સુપ્રીમકોર્ટ માં પહેલી વાર કાગળોનાં ઉપયોગ વિના (paperless) થશે સુનાવણી

Supreme Court News: કેન્દ્ર અને દિલ્હી સરકારની શક્તિઓના દાયરામાં વિવાદાસ્પદ મુદ્દા પર સુનાવણી માટે સુપ્રીમ કોર્ટની સંવિધાન પીઠ 27 સપ્ટેમ્બરના રોજ નિશ્ચિત સમયે કરશે. સંવિધાનની પીઠ હાર્ડ કોપી વગર અરજીઓ પર દસ્તાવેજોની સોફ્ટ કોપીનો ઉપયોગ કરીને આ મામલાને સૂચીબદ્ધ કરશે.

Supreme Court News

Supreme Court News : જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડે વકીલોને આપ્યો આ આદેશ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડે કહ્યુ કે, આ મામલાની સુનાવણી ગ્રીન બેન્ચની માફક થશે. કોઈ પણ ફાઈલો અથવા પેપરની હાર્ડ કોપી ન લાવે.આ સંબંધમાં વકીલોને રજિસ્ટ્રી બે દિવસની ટ્રેનિંગ પણ આપશે. આપને જણાવી દઈએ કે, કોર્ટની કાર્ય પદ્ધતિને પેપરલેસ બનાવાની દિશામાં આ પગલાથી પર્યાવરણ સુરક્ષાના હિસાબે મહત્વનું માનવામાં આવે છે. એટલુ જ નહીં આ પ્રક્રિયાથી પૂર્ણ પારદર્શિતા પણ બની રહેશે. આ ઉપરાંત પ્રાકૃતિક સંસાધનોને પણ ભારે બચત થશે.

Supreme Court News: સુપ્રીમકોર્ટ માં પહેલી વાર કાગળોનાં ઉપયોગ વિના (paperless) થશે સુનાવણી

Supreme Court News:

પીઠમાં જસ્ટિસ ચંદ્રચૂડ ઉપરાંત એમઆર શાહ, કૃષ્ણ મુરારી, હેમા કોહલી અને પીએસ નરસિમ્હા પણ સામેલ છે. પીઠે કહ્યું કે, તે ઓક્ટોબરના મધ્ય સુધી કેન્દ્ર અને દિલ્હી સરકારની વિધાયી અને કાર્યકારી શક્તિઓના દાયરા સંબંધિત મામલાની સુનાવણી કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *