SUCCESSFUL MAHILA : સ્વયં સિદ્ધા અભિવાદન સમારંભ

SUCCESSFUL MAHILA : સ્વયં સિદ્ધા અભિવાદન સમારંભ

SUCCESSFUL MAHILA
SUCCESSFUL MAHILA

 

SUCCESSFUL MAHILA : આઈ ડબલ્યુ સી ક્લબ માધાપર લોટસ અને ભારતીય માનવસેવા સંસ્થાન ની ટીમ ગુજરાત સ્વયંસિદ્ધા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે ગુજરાત ભરમાંથી અને રાજ્ય બહારથી આવેલી મહિલાઓ ની વિશિષ્ટ સિદ્ધિ અને સેવાઓ માટે તેમનો અભિવાદન કાર્યક્રમ હીરાલક્ષ્મી મેમોરિયલ પાર્ક વંદે માતરમ સ્થાન પર ઓડિટોરિયમ માં યોજવામાં આવ્યો.
 
SUCCESSFUL MAHILA :આ કાર્યક્રમના મુખ્ય મહેમાન પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન રમેશભાઈ ‌કારા, મોમ સ્કૂલ ના ડાયરેક્ટર મીનાબેન દાવડા, એસઆરકે સાપેડાના ડોક્ટર સુરભી આહીર, કચ્છના જાણીતા તબિબ ડોક્ટર રૂપાલી મોરબીયા, ઇન્ટરનેશનલ કચ્છની ‌ હસ્તકલાના ના કલા ગુરુ પાબીબેન રબારી, ઇનર ‌વ્હીલ ક્લબના‌ ડિસટીક 305 ના ખજાનચી શ્રીમતી રચના શાહ, મંચસ્થ રહ્યા હતા.
 
SUCCESSFUL MAHILA :આઈ ડબ્લ્યુ સી ક્લબના પ્રમુખશ્રી ‌તથા બી.એમ.એસ ના નેશનલ વાઈસ પ્રેસિડન્ટ ડોક્ટર મમતા ભટ્ટ ના સમગ્ર આયોજનથી દરેક ક્ષેત્રની
  • શિક્ષણ
  • સમાજ સેવા
  • ડોક્ટર
  • કલાકાર
  • પત્રકારત્વ
  • યોગગુરૂ
  • કલા ગુરુ
  • સ્વતંત્ર વ્યવસાય કાર
SUCCESSFUL MAHILA :જેવા અનેક ક્ષેત્રોની મહિલાઓએ ઉત્સાહપૂર્વક પોતાના પોતે નોમિનેટ થયા હતા અને તેમાંથી 51 નું ફાઇનલ લિસ્ટ બનાવવામાં આવ્યું હતું તે સંસ્થાના મંત્રી શ્રીમતી ‌અર્ચનાબેન ગાંધીના જણાવ્યા મુજબ શક્તિ સ્વરૂપામાં 51 મહિલાઓને અભિવાદન કરી 51 શક્તિપીઠની આરાધના કર્યાનું ભાવના સાથે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો .. આવેલી તમામ મહિલાઓના વિડીયો ઇન્ટ્રોડક્શન સાથે તેમની કાર્ય સિદ્ધિની નાનકડી ક્લિપ બતાવવામાં આવી હતી અને તેમને મોમેન્ટો અને પ્રમાણપત્રથી નવાજવામાં આવ્યા હતા. આવેલા મંચસ્થ મહેમાનોએ પોતાની વિવિધ પ્રતિક્રિયાઓ આપી હતી અને મહિલા દિવસના આ કાર્યક્રમ અનોખો બની રહ્યો જેમાં શક્તિ ઉપાસના અંતરા ભટ્ટ દ્વારા ક્લાસિકલ નૃત્ય રજૂ કરી કરવામાં આવ્યું હતું. અને સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ સંચાલન કચ્છના જાણીતા કવિયત્રી શ્રીમતી કાજલ ઠક્કરે‌ કર્યું હતું.
 
SUCCESSFUL MAHILA :કલા ગુરુ પાબી બેને મહિલાઓને કોઈપણ ડર રાખ્યા વગર આગળ વધવા અને નાનકડી શરૂઆત કરવા આહવાન કર્યું હતું. રચનાબેન સાહ કાર્યક્રમ માં સન્માનિત થયેલી તમામ બહેનોને અભિનંદન પાઠવ્યા હતા ડોક્ટર સુરભી આહીર એસઆરકે કેમ્પસ હેડે ‌ કાર્યક્રમ ખૂબ જ ઉત્સાવર્ધક અને મહિલાઓ માટે પ્રેરક છે તેવું જણાવ્યું હતું. મોમ્સ સ્કૂલ ના ડાયરેક્ટર શ્રીમતી મીના દાવડાએ યુનીક કાર્યક્રમ બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા અને હર હંમેશ આવા કાર્યક્રમ કરતા રહેવાની ઈચ્છા દર્શાવી હતી. કાર્યક્રમના અધ્યક્ષ‌‌ શ્રીમતી પારુલબેન કારા‌એ સ્વયંસિદ્ધા સન્માન સ્વીકાર નારી તમામ બહેનો ને અભિનંદન પાઠવી‌‌ કાર્યક્રમનો ઉમદા વિચાર સાચા અર્થમાં મહિલાઓ મહિલાઓની મિત્ર બની રહે અને સમાજમાં તેમનું સ્થાન મજબૂત બને તે માટે આવો હમ સબ હાથ મિલાયે. નવું સૂત્ર આપ્યું હતું.
 
SUCCESSFUL MAHILA :કાર્યક્રમને સફળ બનાવવા માટે IWC માધાપરની ટીમના વાઈસ પ્રેસિડેન્ટ રીંકલ રાજાણી ISO કૈલાશબેન કપૂપરા ખજાનચી કામિનીબેન કુબડીયા તથા મેમ્બર શ્રી ભાવનાબેન જોશી ક્લબના કાયમી દાતા એવા નિશાબેન હિતેશભાઈ ખંડોર જયશ્રીબેન સોની, ડોક્ટર ખુશ્બુ સરવૈયા, ક્રિષ્નાબેન બુધભટ્ટી, ટેકનિકલ રિસોર્સ પર્સન, કંચન વરસાણી શ્રીમતી બીના ભાનુશાલી, સૌ ટીમ મળી આ કાર્યક્રમને દીપાવ્યો હતો અને સફળ બનાવવા પ્રયત્ન કરેલ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *