PRAVESOTSAV : 20 માર્ચના રોજ મુંબઈ માંપૂજ્ય નરેશ મુનિ મહારાજ સાહેબ ના 50 માં સંયમજીવન નો પ્રવેશોત્સવ

PRAVESOTSAV : 20 માર્ચના રોજ મુંબઈ માંપૂજ્ય નરેશ મુનિ મહારાજ સાહેબ ના 50 માં સંયમજીવન નો પ્રવેશોત્સવ 

PRAVESOTSAV
PRAVESOTSAV

 

PRAVESOTSAV : 20 માર્ચ ને ગુરૂવારના રોજ મુંબઈ માં” વ્યસન મુક્તિ અભિયાન “ના પ્રણેતા પૂજ્ય નરેશ મુનિ મહારાજ સાહેબ ના 50 માં સંયમજીવન નો પ્રવેશોત્સવ ઉજવાશે. શ્રી ભોજાય આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘ નું આયોજન. ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં 36 બ્લોકસ ધારકોને ચાવી અર્પણ કરાશે.
PRAVESOTSAV : શ્રી ભોજાય આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે,તા. 20/ 3 ને ગુરૂવારના રોજ બપોર ના 2: 30 કલાકે નારાણજી શામજી વાડી,માટુંગા (મુંબઈ) મધ્યે વ્યસનમુક્તિ અભિયાનના પ્રણેતા પરમ પૂજ્ય નરેશ મુનિ “આનંદ”મહારાજ સાહેબ ના 50 માં સંયમજીવન નો પ્રવેશોત્સવ ચતુર્વિધ સંઘ ની ઉપસ્થિતિમાં ઉલ્લાસભેર ઉજવાશે.
PRAVESOTSAV : વ્યસનમુક્તિ અભિયાનના પ્રણેતા પરમ પૂજ્ય નરેશ મુનિ “આનંદ” મહારાજ સાહેબ (ભોજાય- કચ્છ વાળા) અને તેમના શિષ્ય રત્ન પરમ પૂજ્ય ઓજસ મુની” મંગલ” મહારાજ સાહેબ (બેરાજા- કચ્છ વાળા) તા. 19 /3 ને બુધવારના મુંબઈ પધાર્યા હોવાનું વ્યસનમુક્તિ અભિયાન ના મોભી ઈશ્વરભાઈ દેસાઈ, પ્રમુખ ડૉ .દિનેશભાઈ જોશી, ઉપપ્રમુખ જયેશભાઈ જી. શાહ અને મંત્રી તથા ખજાનચી દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું.
PRAVESOTSAV : નરેશ મુનિ મહારાજ સાહેબના સયમ જીવનના 50 વર્ષ ના ઉપલક્ષમાં 36 બ્લોકસ તૈયાર થયા છે. ત્રણ વિંગમાં દાતા અનુક્રમે પ્રેમજીભાઈ દેઢિયા ( નીલમ સ્ટીલ), ઉત્તમભાઈ નાગડા અને એલ. ડી.શાહ છે. લક્કી ડ્રો માં ભાગ્યશાળી બનનાર ને 36 બ્લોકની ચાવી, ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિ માં તા. 20/ 3 ને ગુરૂવાર ના બપોરના 2:30 કલાકે ઉજવાનારા પ્રવેશોત્સવ માં અર્પણ કરવામાં આવનાર હોવાનું વ્યસનમુક્તિ અભિયાન ના મંત્રી તથા ખજાનચી દિનેશભાઈ મણીલાલ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું છે

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *