Stock Market Time: કાલથી બદલાશે શેરબજારનો ટ્રેડિંગ સમય, જાણો કેટલા વાગે ખૂલશે માર્કેટ

Stock Market News: શેરબજારમાં રોકાણ કરતાં કે શેરબજાર પર ધ્યાન રાખતાં લોકો માટે મોટા સમાચાર છે. બજારના ટ્રેડિંગ સમયને લઈને નવું અપડેટ આવ્યું છે. ભારતીય રિઝર્વ બેંકે નાણાકીય બજારના કામકાજના કલાકોમાં ફેરફાર કર્યો છે. RBI દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, બજારનું નવું ટાઈમ ટેબલ સોમવાર, 18 એપ્રિલથી લાગુ થશે. અત્યાર સુધી કામકાજનો સમય સવારે 10.00 વાગ્યાથી હતો. પરંતુ હવે 18 એપ્રિલે એટલે કે આવતીકાલથી 9 વાગ્યાથી શરૂ થશે અને બપોરે 3.30 વાગ્યા સુધી ચાલશે. આરબીઆઈએ માર્કેટનો ટ્રેડિંગ સમય 30 મિનિટ લંબાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *