રાજ્યમાં આ વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ, સોમવાર સુધી આ જિલ્લામાં માવઠાનો ખેડૂતોમાં ભય

માવઠાને લઈને હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આજે અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ જોવા મળ્યો હતો.

ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સોમવાર સુધી વરસાદી માવઠાની અસર જોવા મળી શકે છે. હવામાન વિભાગ અનુસાર આજે શનિવારે તેમજ આવતી કારે 5 માર્ચ અને 6 માર્ચના રોજ વરસાદ વરસવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. કમોસમી વરસાદના કારણે વાતાવરણ બદલાતા ખેતીને નુકશાન થઈ શકે છે. 

વહેલી સવારથી જ કેટલાક ભાગોમાં આજે રાજ્યમાં કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. આજે વહેલી સવારે અરવલ્લી જિલ્લામાં ઝરમર વરસાદ જોવા મળ્યો હતો. માવઠાને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાંઆવી હતી. ત્યારે વરસાદી માહોલ જોવા મળ્યો છે. અંબાજી પંથકમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. માવઠાની અસરના કારણે ખેડૂતોમાં પણ ચિંતા વધી છે. કેમ કે, વરસાદથી ખેતીવાડીને નુકશાન થઈ શકે છે. 

આ પાકોને નુકશાનનો ભય 
ઘઉં, ચણા, કપાસ, જીર, બટાકા સહીતના પાકોને નુકશાન થવાની ભિતી વ્યક્ત કરવામાં આવી રહી છે. લણવાની સિઝનમાં જ આ કમોસમી વરસાદથી સ્થિતિ વધુ  બગડી શકે છે. ત્યારે માલપુરમાં શનિવારે વહેલી સવારે ઝરમર વરસાદ જોવા મળ્યો હતો. 

આજે શનિવારે આ વિસ્તારમાં વરસાદની આગાહી 
દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ગીર સોમનાથ કચ્છ

આવતીકાલે આ વિસ્તારમાં આગાહી
આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભાવનગર, કચ્છ  

સોમવારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાની શક્યતા
સોમવારે સુરત, વલસાડ,ટ નવસારી, દમણ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદ વરસી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *