ભરુચ જિલ્લામાં દેશી દારુની ભઠ્ઠીઓ અને બુટલેગરો ઉપર પોલીસે લાલ આંખ કરી છે, અને 54 બુટલેગરો સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.

ભરૂચ જિલ્લાની પોલીસે દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર સપાટો બોલાવ્યો

ભરુચ જિલ્લામાં દેશી દારુની ભઠ્ઠીઓ અને બુટલેગરો ઉપર પોલીસે લાલ આંખ કરી છે, અને 54 બુટલેગરો સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.એટલુ જ નહી જેટલી ભઠ્ઠીઓ હતી તેનો પણ નાશ કરી દીધો.દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા અનેક બુટલેગરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ભરૂચ પોલીસે..681 લિટર દેશી દારૂ જપ્ત કરી કુલ 41 બુટલેગરો સામે કાર્યવાહી હાથ ધરી છે, હજુ 11 બુટલેગરો વોન્ટેડ છે. ભરૂચ પોલીસ દ્વારા દારૂ ગાળવાના વોશ 27,670 લીટરનો પણ નાશ કરવામાં આવ્યો છે.

ભરૂચ જિલ્લામાં દેશી દારૂનું ધૂમ વેચાણ થતું હોવાની અનેક ફરિયાદો મળી હતી અને જંબુસર તાલુકાના એક ગામમાં સ્ટેટ મોનેટરીગ સેલે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ પાડ્યા બાદ ભરૂચ જિલ્લાની પોલીસે દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર સપાટો બોલાવ્યો હતો. જેમાં ભરૂચ જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડી હતી અને મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો અને હજારો લિટરમાં દેશી દારૂ ગાળવાના વોશનો નાશ કરવા સાથે ભઠ્ઠીઓનો પણ નાશ કરી બુટલેગરોની ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *