કોરોનાની બીજી લહેર માટે રાજ્ય સરકાર જવાબદાર મોઢવાડિયા
સરકાર ક્યાં નિષ્ફળ રહી તેની તપાસ હાઈકોર્ટના સિટીંગ જજ દ્વારા કરવામાં આવે
ભાજપના દિગ્ગજ નેતાઓએ સુપર સ્પેડર બની કોરોનાની બીજી લહેરને આમંત્રણ આપ્યુ
કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ પત્રકાર પરિષદને સંબોધન કરતાં કહ્યું હતું કે રાજ્યમાં આવેલી કોરોનાની બીજી લહેર માટે રાજ્ય સરકાર જ જવાબદાર છે અને ભાજપના જ દિગ્ગજ નેતાઓ સુપર સ્પ્રેડર બની કોરોનાની બીજી લહેરને આમંત્રણ આપ્યું હતું.કોરોનાની બીજી લહેરમાં સરકાર ક્યાં નિષ્ફળ ગઈ તેની તપાસ હાઇકોર્ટના સીટીંગ જજ દ્વારા કરાવવાની માંગ પણ મોઢવાડીયાએ કરી હતી. જયારે કેજરીવાલના ગુજરાત પ્રવાસ અંગે તેમણે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ગુજરાતની જનતાએ ત્રીજા પક્ષને ક્યારે સ્વિકાર્યો નથી, ઓવેશી હોય કે કેજરીવાલે હમેંશા વિપક્ષી પક્ષોના મત વિભાજીત કરી ભાજપને મદદ કરી છે.ગુજરાતમાં લડાઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ રહેશે, ૨૦૨૨ માં કોંગ્રેસ ભાજપને પરાજીત કરી સરકાર બનાવશે. આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ દિલ્હી બહાર ક્યાંય નથી, પંજાબમાં વિપક્ષમાં આવ્યા પણ આજે વેરવિખેર
