
૦૨ માંડવી વિધાનસભા મતદાર વિભાગ દ્વારા ભાવિ મતદારો મતદારયાદીમાં નામ નોંધણી માટે પ્રેરાય તે હેતુથી ધોરણ-૧૦ અને ૧૨ ના પરીક્ષાર્થીઓને શુભેચ્છા સંદેશ પાઠવી મીઠું મોઢું કરાવવામાં આવ્યું.
માંડવી : ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ની પરીક્ષાની આરંભ થતામાંડવી વિધાનસભા મતદાર વિભાગ દ્વારા માંડવી શહેર મધ્યે મદદનીશ મતદાર નોંધણી અધિકારી અને મામલતદાર માધુભાઈ પ્રજાપતિના નેતૃત્વ હેઠળ વિવિધ પરીક્ષા કેન્દ્રો પર ભાવિ મતદારો પોતાનું નામ મતદાર યાદીની નોંધણી કરવા માટે પ્રેરાય તે હેતુ સાથે ઉજ્જવળ કારકીર્દિની નવી કેડી કંડારવા જતા પરીક્ષાર્થીઓને સફળતા પ્રાપ્ત થાય એવી હાર્દિક શુભેચ્છા સાથે મીઠું મોઢુ કરવામાં આવેલ.

શેઠ ગોકલદાસ હસરાજ ત્રણ ટુક્કર વિવિધલક્ષી વિધાલય મધ્યે મામલતદાર માધુભાઈ પ્રજાપતિ, નાયબ મામલતદાર લધાભાઈ ગઢવી, તુષારભાઈ વ્યાસ, હરેશભાઈ વાડા, પૂર્વ મામલતદાર વી.કે.સોલંકી, પૂર્વ સેક્ટર ઓફિસર ભૂપેન્દ્ર સલાટ, પૂર્વ સેકટર ઓફિસર રમણીક દરજી, પૂર્વ બુથ લેવલ ઓફિસર અજય ગોકુલગાંઘી, બી.એલ.ઓ. આદિહુશેન સુમરા, સતીષ મકવાણા, ઉર્વશી ટાંક, વોર્ડ નંબર-૨ ના નગર સેવિકા લક્ષ્મીબેન વાડા, ગોકુલ વિધા મંદિરના આચાર્ય નિશાંત ભાટીયા, શેઠ ગોકલદાશ ત્ર.વિ.વિધાલયના આચાર્ય અરવિંદ દવે, માતુશ્રી ઝુહ ત્ર,કન્યા વિધાલયના આચાર્ય તૃપ્તિબેન પંડ્યા સહિતના અધિકારી કર્મચારીઓએ મીઠું મોઢું કરાવી શુભેચ્છા પાઠવી હતી.
એમ્સ હાઈસ્કૂલ મધ્યે તાલુકા વિકાસ અધિકારી એસ.એમ. કોલચા, નાયબ મામલત્તદાર ચંદ્રિકાબેન સોલંકી, આચાર્ય મોહનભાઈ મહેશ્વરી, સેક્ટર ઓફિસર મહેન્દ્ર ભાનુશાલી, બી.એલ.ઓ. વિજયસિંહ સોલંકી, રસિક પંડ્યા, પ્રેમજી ભટ્ટી, ચંદનગર ગુંસાઈ, યોગેશ ભટ્ટ, સુરેશ પરમાર, હિરેન મોતા, ચાંદની જોષી, કુ. હિરલ ગઢવી વગેરેએ મીઠું મોઢું કરાવી શુભેચ્છા પાઠવી હતી.
શેઠ ખીમજી રામદાસ કન્યા વિધાલય મધ્યે નાયબ મામલતદાર તન્વીબેન વ્યાસ, નગર અધ્યક્ષા હેતલબેન સોનેજી, જીજ્ઞાબેન હોદાર, આચાર્યા હંસાબેન પંડ્યા, સેકટર ઓફિસર જયેશ ભેડા, બુથ લેવલ ઓફિસર રાહુલ ગોર, ઉમંગ જોષી વગેરેએ મીઠું મોઢું કરાવી શુભેચ્છા પાઠવી હતી.
માતૃશ્રી સારકરભાઈ ખીમજી રામદાસ મેનોરીયમ ઈગ્લિશ સ્કૂલ મધ્યે નાયબ મામલતદાર લધાભાઈ ગઢવી, આચાર્ય ઐ. અનિલકુમાર, સેકટર ઓફિસર રાજીવ ત્રિપાઠી, બુથ લેવલ ઓફિસર હરેશ સોલંકી, ચંદ્રકાંત મેઘાણી, સંજય કોચરા, વરદાન ગઢવી, સિકંદર ભડાલા વગેરેએ મીઠું મોઢું કરાવી શુભેચ્છા પાઠવી હતી.