મકાઈના ડોડા શેકતી વેળાએ ઉડેલા તણખામાંથી આગ ફાટી નીકળી અને સગા ભાઈ-બહેન સહિત છ બાળકો જીવતા સળગી ગયા: ભારે અરેરાટી

બિહારના અરરિયા જિલ્લામાં એક અરેરાટીપૂર્ણ અકસ્માત થયો.મકાઈના ડોડા શેકતી વખતે ઉડેલા તણખામાંથી મકાનમાં લાગેલી આગમાં સગા ભાઈ-બહેન સહિત છ બાળકો જીવતા સળગી ગયા હતા.  જિલ્લાના પલાસી બ્લોકના કબૈયા ગામે આ ઘટના બની હતી. બાળકોની ચિચિયારી સાંભળીને લોકો પહોંચ્યા ત્યાં સુધીમાં, તે બધા બાળકો આગમાં  ભસ્મીભૂત થઈ ગયા હતા.  આ ઘટનામાં કોઈ બાળકો બચાવી શકાયેલ નહીં.સ્થળ પર લોકોના ટોળા એકઠા થયા છે. મૃતકોમાં ૫ વર્ષનો પુત્ર અશરફ અને ૩ વર્ષીય પુત્રી ગુલનાઝ, મંઝૂરનો ૬ વર્ષનો પુત્ર દિલવાર, ફારૂકનો ૪ વર્ષનો પુત્ર બરકસ, મતિનનો પાંચ વર્ષનો પુત્ર અલી હસન અને તનવીર ૫ નો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *