“She Rising Awards”અરાઇઝ ફાઉન્ડેશન દ્વારા વિવિધ ક્ષેત્રોમાં કામ કરતી મહિલાઓને “શી રાઈઝીંગ એવોર્ડ”થી સન્માનીત કરાઇ

“She Rising Awards”અરાઇઝ ફાઉન્ડેશન દ્વારા વિવિધ ક્ષેત્રોમાં કામ કરતી મહિલાઓને “શી રાઈઝીંગ એવોર્ડ”થી સન્માનીત કરાઇ

અરાઇઝ ફાઉન્ડેશન દ્વારા વિવિધ ક્ષેત્રોમાં કામ કરતી મહિલાઓને “શી રાઈઝીંગ એવોર્ડ” “She Rising Awards” થી સન્માનીત કરાઇ

ગાંધીધામ : અરાઇઝ ફાઉન્ડેશન ગાંધીધામ, જે એક એનજીઓ છે, દ્વારા 1લી માર્ચ 2025 ના રોજ રેડિસન કંડલા હોટલ, બન્ની હોલ માં “She Rising Awards” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ના અવસર પર આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ પ્રદર્શન કરનાર મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી. આ એવોર્ડ્સ સંપૂર્ણપણે મફત હતા અને કોઈપણ પ્રકારની નોંધણી ફી લેવામાં આવી નહતી. કુલ 27 કેટેગરીઝ માં એવોર્ડ આપવામાં આવ્યા હતા, અને 300+ પ્રવેશો પ્રાપ્ત થયા હતા.

“She Rising Awards” અરાઇઝ ફાઉન્ડેશનના સ્થાપકો – ડૉ. કાયનાત અંસારી આથા, શ્રીમતી આઝાદ અંસારી, શ્રીમતી ચૈતાલી વસા, શ્રીમતી ઉર્વશી ઠક્કર, શ્રીમતી મીનાક્ષી ત્યાગી, કુમારી ઇશિતા કટારિયા અને શ્રીમતી આશા અકાણી – કાર્યક્રમને મળેલા ઉધોગોત્સાહથી ખુબ આનંદિત થયા હતા. ભારે પ્રતિસાદને કારણે, નક્કી કરેલા સમય પહેલા જ એન્ટ્રીઓ બંધ કરવાની ફરજ પડી.

“She Rising Awards” આ એક શાનદાર અને સુંદર રીતે સંચાલિત ઇવેન્ટ હતી, જેમાં શ્રીમતી નીમાબેન આચાર્ય ને લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા, એમના વિવિધ ક્ષેત્રોમાંના અમૂલ્ય યોગદાન માટે. તદુપરાંત, શ્રીમતી અંજુ કોઠારી ને અપ્રતિમ સિદ્ધિ એવોર્ડ થી નવાજવામાં આવ્યા હતા.

“She Rising Awards” ડૉ. કાયનાત અંસારી એ સ્વાગત સંબોધન કરતા જણાવ્યું:“જ્યારે એક વ્યક્તિ ઉન્નતિ કરે છે, ત્યારે તે વ્યક્તિગત ઉન્નતિ હોય છે, પણ જ્યારે એક મહિલા ઉન્નતિ કરે છે, ત્યારે આખું સમાજ સશક્ત બને છે.”આ ઇવેન્ટ ને હિલ્સન રિસોર્ટ્સ, જી.ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ, રિવા બાય ઉમા ગોલ્ડ હાઉસ, ગ્લોબલ ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રીમતી શ્વેતા અભિષેક દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *