SHALA PRAVESHOTSAV 2025 : શાળા પ્રવેશોત્સવ માં 10336 ભૂલકાઓનો પ્રવેશ

SHALA PRAVESHOTSAV 2025 : શાળા પ્રવેશોત્સવ માં 10336 ભૂલકાઓનો પ્રવેશ

SHALA PRAVESHOTSAV 2025
SHALA PRAVESHOTSAV 2025

SHALA PRAVESHOTSAV 2025 : કચ્છ જિલ્લામાં સમગ્ર રાજ્યની સાથે 26મી જૂને ગુરુવારે શાળા પ્રવેશોત્સવની ઉજવણી શરૂ થઈ ગઈ હતી, જેમાં પ્રથમ દિવસે આંગણવાડીમાં 3396, ધોરણ 1માં 3221, ધોરણ 9માં 10667, ધોરણ 11માં 3595ને પ્રવેશ અપાયો હતો. જ્યારે બાલવાટિકામાં પ્રિ-પ્રાયમરી શિક્ષણ મેળવવા 10336 ભૂલકાઓ પાટીપેન સાથે એકડો ઘૂંટવા આવ્યા હતા. જે પ્રસંગે દાતાઓએ 18 લાખ 86 હજાર 449 રૂપિયા રોકડ અને ચીજવસ્તુઓનું શાળામાં દાન આપ્યું હતું.

જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારે જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લાની 50 ટકા શાળાઓમાં પ્રથમ દિવસે જ શાળા પ્રવેશોત્સવ હોંશભેર ઉજવાયો હતો, જેમાં સાંસદ વિનોદ ચાવડાએ માધાપરમાં સરસ્વતી વિદ્યાલયમાં, ધારાસભ્ય કેશુભાઈ પટેલે ભુજના રાવલવાડી રિલોકેશન સાઈટ સહિતની 3 શાળામાં, ત્રિકમ છાંગાએ અંજારમાં, માલતીબેન મહેશ્વરીએ ભચાઉના મોરગરમાં, અનિરુદ્ધ દવેએ મુન્દ્રાની છસરામાં, પ્રદ્યુમનસિંહ જાડેજાએ લખપતની માતાના મઢમાં, વિરેન્દ્રસિંહ જાડેજાએ રાપરમાં પ્રારંભ કરાવ્યો હતો.

રાજ્યના 14 જેટલા અધિકારીઓ જોડાયા હતા. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, કલેકટર આનંદ પટેલે ખાવડામાં, જિલ્લા વિકાસ અધિકારી ગાૈતમ ઉત્સવે રતડિયામાં વિદ્યાર્થીઓને આવકારીને પ્રોત્સાહિત કર્યા હતા. જે પ્રસંગે વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોથી વાલીઓ અને વિદ્યાર્થીઓને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરાયા હતા.

SHALA PRAVESHOTSAV 2025 : કાલે કુરનમાં મુખ્યમંત્રી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે

 

SHALA PRAVESHOTSAV 2025
SHALA PRAVESHOTSAV 2025

આજે શુક્રવારે મુખ્યમંત્રી કચ્છમાં આવી રહ્યા છે. જેઓ ભુજમાં સાંજે કાર્નિવલનો પ્રારંભ કરાવ્યા બાદ રાત્રિ રોકાણ કરશે અને શનિવારે ભુજ તાલુકાના કુરનમાં શાળા પ્રવેશોત્સવથી ગ્રામજનોને શિક્ષણ પ્રત્યે જાગૃત કરશે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે. જે પૂર્વે શિક્ષણમંત્રી કુબેર ડિંડોર, પ્રફુલ્લ પાનસેરિયાના માર્ગદર્શન હેઠળ કલેકટર, જિલ્લા વિકાસ અધિકારીએ તમામ વ્યવસ્થા ગોઠવી હતી.

અધવચ્ચે અભ્યાસ મૂકનારી કન્યાઓને પુન:પ્રવેશ

કચ્છની સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી ધોરણ 1થી 12નો દરમિયાન અધવચ્ચે અભ્યાસ મૂકનારી કન્યાઓને શાળાઓમાં પુન: પ્રવેશ આપવાના સઘન પ્રયાસ કરવામાં આવશે.

કાર્યક્રમનું સંચાલન બાળકો દ્વારા શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમનું સંચાલન બાળકો દ્વારા કરાય એવી વ્યવસ્થા કરાઈ છે, જેથી સ્વાગત, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે બાળકોએ કર્યું હતું અને કરશે.

નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાથી લાભાન્વિત કરાશે

વર્ષ દરમિયાન કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, એન.એમ.એમ.એસ., શિષ્યવૃત્તિ પરીક્ષા, એન.ટી.એસ., જ્ઞાન સાધના જેવી વિવિધ પરીક્ષાઓમાં સિદ્ધિ મેળવનારા વિદ્યાર્થીઓને સન્માનવામાં આવશે. વિવિધ રીતે આર્થિક સહયોગ આપનારા દાતાઓનું પણ સન્માન કરવામાં આવશે. ધોરણ 9ની કન્યાઓને નમો લક્ષ્મી અને ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં કન્યા અને કુમાર બંનેને નમો સરસ્વતી યોજનાથી લાભાન્વિત કરવામાં આવશે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *