સાબરમતી દેશમાં બીજા નંબરની સૌથી પ્રદૂષિત નદી

સાબરમતી નદીના શુદ્ધિકરણની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ છે. સાબરમતી નદીને લઇ CPCBના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. CPCBના રિપોર્ટમાં સાબરમતી નદી દેશની બીજા નંબરની સૌથી પ્રદૂષિત નદી હોવાનો ઉલ્લેખ થયો છે. સાબરમતી નદીમાં ગંદકીનું સામ્રાજ્ય હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ થયો છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે સાબરમતી નદીના પ્રદૂષણને લઈને ચિંતા વ્યક્ત કરી છે.

ગુજરાતની અન્ય 12 નદીઓનો પણ સમાવેશ

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના રિપોર્ટમાં ઉલ્લેખ થયો છે કે, સાબરમતીનું પાણી પીવાલાયક નથી રહ્યું. સાબરમતી નદીની સફાય માટે કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. તેમ છતાં પણ સાબરમતી નદીની આ દશા થઇ છે. આ રિપોર્ટમાં ગુજરાતની અન્ય 12 નદીઓનો પણ સમાવેશ થયો છે. ભાદર,અમલખાડી, ભોગાવો, ભુખી ખાદી, દમણગંગા, ચાણોદ, કોઠાડા, ખારી, માહી કોટના, મિંધોલા, શેઢી, નિઝર, વિશ્વામિત્રીનો સમાવેશ થયો છે.

દેશની ટોપ 3 પ્રદૂષિત નદીમાં સાબરમતી નદી પણ સામેલ

CPCBના રિપોર્ટ અનુસાર ચેન્નાઈની કૂમ નદીને દેશની સૌથી પ્રદૂષિત નદી તરીકે જાહેર કરવામાં આવી છે. જ્યારે ગુજરાતની સાબરમતી નદી બીજા નંબર પર છે. લોકસભામાં કેન્દ્રીય જળમંત્રાલયએ રિપોર્ટ રજૂ કર્યો હતો. જળમંત્રાલયના રિપોર્ટમાં ગુજરાતની 13 નદી પ્રદૂષિત હોવાનો ઉલ્લેખ કરાયો હતો. 13 દૂષિત નદીમાં નર્મદા અને સાબરમતી નદીનો સમાવેશ થાય છે. દેશની ટોપ 3 પ્રદૂષિત નદીમાં સાબરમતી નદી પણ સામેલ છે.

હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી

ત્યારે સાબરમતી નદીમાં ફેલાઈ રહેલા ગંભીર અને જોખમી પ્રદૂષણ મુદ્દે દાખલ કરવામાં આવેલી સુઓમોટો જાહેરહિતની રિટ અરજીની સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે સીપીસીબીના રિપોર્ટને રેકર્ડ પર રજૂ કરવા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને નિર્દેશ કર્યો હતો. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સોનિયાબેન ગોકાણી અને જસ્ટિસ સંદીપ એન. ભટ્ટની ખંડપીઠે આ બાબતને ભારે ગંભીરતાથી લઈને સાબરમતી નદીના પ્રદૂષણને લઈને ચિંતા પણ વ્યક્ત કરી છે. આ મામલે વધુ સુનાવણી ચાર સપ્તાહ બાદ આગામી 17 માર્ચે હાથ ધરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *