
શિવસેનાનાં ચૂંટણી ચિહ્નને લઈને ઉદ્વવ ઠાકરેને મોટો ઝટકો લાગ્યો છે. બાળાસાહેબની શિવસેના હવે શિંદેનાં જૂથની થઈ ગઈ છે. ચૂંટણી આયોગે આદેશ આપ્યો કે શિવસેના નામ અને પાર્ટીનું પ્રતીક ધનુષ અને તીર હવે એકનાથ શિંદેનાં જૂથનું રહેશે.
ઠાકરે પરિવારને મોટો ઝટકો
અસત્યમેવ જયતે…- સંજય રાઉત
આ નિર્ણય પર પોતાની પ્રતિક્રિયા આપતાં સંજય રાઉતે કહ્યું કે આ લોકતંત્રની હત્યા છે. આ ખોખાની જીત છે, સત્યની નહીં. અમે કાયદાની લડાઈ પણ લડશું અને જનતાનાં દરબારમાં પણ જશું. અમે ફરીથી શિવસેના બનાવશું. તમે ચિહ્ન હડપ્યું છે, વિચાર કઈ રીતે છીનવશો. જો ધનુષ બાણ રામની જગ્યાએ રાવણને મળે તો તેનો અર્થ શું છે? તેનો અર્થ છે અસત્યમેવ જયતે…