Sabarmati River Cleanliness : અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા આજથી સાબરમતી નદીની સ્વચ્છતાના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો, મેયર સહિતના પદાધિકારીઓ જોડાયા

Sabarmati River Cleanliness : અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા આજથી સાબરમતી નદીની સ્વચ્છતાના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો, મેયર સહિતના પદાધિકારીઓ જોડાયા

Sabarmati River Cleanliness
Sabarmati River Cleanliness

મેયર પ્રતિભા જૈન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, નદીને સ્વચ્છ રાખવી એ આપણી જવાબદારી છે. આજેથી સાબરમતી નદીની સ્વસ્છતાના અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.

Sabarmati River Cleanliness Ahmedabad : અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા આજથી સાબરમતી નદીની સ્વચ્છતાના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મેયર પ્રતિભા જૈન, ધારાસભ્યો અને મનપા કમિશનર સહિતના અભિયાનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. ઉપસ્થિત મેયર, મનપા કમિશનર અને ભાજપના પદાધિકારીઓ દ્વારા નદીમાં સફાઇ હાથ ધરવામાં આવી હતી. નદીમાંથી મોટી માત્રામાં કચરો, પ્લાસ્ટિક સહિતની વસ્તુઓ મળી આવી છે.

Sabarmati River Cleanliness Ahmedabad : અમદાવાદમાં આજે સવારે સાબરમતી નદી સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સાબરમતી ગાંધી આશ્રમ પાછળ રિવરફ્રન્ટ પર આ અભિયાન હાથ ધરાયું છે. જેમાં અનેક સંસ્થાઓ જોડાઇ હતી. રિવરફ્રન્ટના પૂર્વ તથા પશ્ચિમ ભાગમાં આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંગે મેયર પ્રતિભા જૈન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, નદીને સ્વચ્છ રાખવી એ આપણી જવાબદારી છે. આજેથી સાબરમતી નદીની સ્વસ્છતાના અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.

Sabarmati River Cleanliness Ahmedabad : તેમણે જણાવ્યું છેકે, આ અભિયાન 5 જૂન સુધી હાથ ધરવામાં આવનારું છે. નદીમાં ગટરમાંથી જે ગંદા પાણી છોડવામાં આવી રહ્યાં છે. તેને બંધ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. નદીમાં રહેલા કચરાને દૂર કરવામાં આવશે. આ અભિયાનમાં વિવિધિ સામાજિક સંસ્થાઓ જોડાઇ છે. આ સંસ્થાઓ સાથે મળીને પાંચ તબક્કામાં સફાઇ અભિયાન હાથ ધરવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું છેકે, નદીમાં છોડવામાં આવતા ગંદા પાણીના ત્રણ કનેક્શન મળ્યા છે. જેને દૂર કરવાની કાર્યવાહી કરાઇ છે અને જેમણે આ કનેક્શન કર્યા હતા તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *