BALOCHISTAN DECLARES INDEPENDENCE : બલૂચિસ્તાને પાકિસ્તાનથી આઝાદીની જાહેરાત કરી: બલોચ નેતાએ ભારત સહિત વૈશ્વિક સમુદાયને સમર્થનની કરી અપીલ

બલોચ નેતાએ ભારતની પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ખાલી કરાવવાની માંગને પૂર્ણ સમર્થન આપ્યું છે. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને પાકિસ્તાન પર આ વિસ્તાર ખાલી કરવા દબાણ લાવવા હાકલ કરી. મીર યારે જણાવ્યું, “14 મે, 2025ના રોજ બલૂચિસ્તાને PoK ખાલી કરવાના ભારતના નિર્ણયને સંપૂર્ણ સમર્થન આપ્યું છે.
BALOCHISTAN DECLARES INDEPENDENCE : બલૂચ નેતા મીર યાર બલોચે બુધવારે પાકિસ્તાનથી બલૂચિસ્તાનની આઝાદીની ઘોષણા કરી. તેમણે આ પાછળનું કારણ દાયકાઓથી બલૂચ લોકો સામે માનવાધિકાર ઉલ્લંઘન, અપહરણ અને હિંસા ગણાવી હતી.
મીર યાર બલોચે એક્સપોસ્ટમાં કહ્યું – બલુચિસ્તાનના લોકોએ પોતાનો “રાષ્ટ્રીય ચુકાદો” આપી દીધો છે અને દુનિયાએ હવે ચૂપ રહેવું જોઈએ નહીં. અમારી સાથે જોડાઓ. તેમણે લખ્યું કે બલૂચ લોકો રસ્તાઓ પર છે અને તેમનો રાષ્ટ્રીય નિર્ણય છે કે બલૂચિસ્તાન પાકિસ્તાનનો ભાગ નથી અને દુનિયા હવે મૂક પ્રેક્ષક બનીને રહી શકે નહીં. તેમણે બલુચિસ્તાનની સ્વતંત્રતા માટે ભારત અને વૈશ્વિક સમુદાય પાસેથી માન્યતા અને સમર્થન માંગ્યું.
BALOCHISTAN DECLARES INDEPENDENCE : મીર યારે ભારતીય મીડિયા, યુટ્યુબર્સ અને ભારતીય બુદ્ધિજીવીઓને બલૂચને પાકિસ્તાની લોકો ન કહેવા અપીલ કરી. આપણે પાકિસ્તાની નથી, બલૂચી છીએ. પાકિસ્તાનના પોતાના લોકો પંજાબી છે, જેમણે ક્યારેય હવાઈ બોમ્બમારો, અપહરણ કે નરસંહારનો સામનો કર્યો નથી. તેમણે પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીર (POK) પર ભારતના વલણને સમર્થન આપ્યું. આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી કે તેઓ પાકિસ્તાન પર આ વિસ્તાર ખાલી કરવા માટે દબાણ લાવે.
મીર યારે કહ્યું- ભારત પાકિસ્તાની સેનાને હરાવી શકે છે. જો પાકિસ્તાન ધ્યાન નહીં આપે, તો પાકિસ્તાની સેનાના લોભી સેનાપતિઓ જ રક્તપાત માટે જવાબદાર રહેશે કારણ કે ઇસ્લામાબાદ પીઓકેના લોકોને ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યું છે. વિદેશી દળોની મદદથી બલુચિસ્તાન પર કબજો કરવામાં આવ્યો હતો મીર યાર બલોચના મતે, દુનિયાએ બલુચિસ્તાન પર પાકિસ્તાનના દાવાઓને સ્વીકારવા જોઈએ નહીં. તેમણે કહ્યું કે બલુચિસ્તાન પર વિદેશી દળોની મદદથી બળજબરીથી કબજો કરવામાં આવ્યો હતો.
BALOCHISTAN DECLARES INDEPENDENCE : બલુચિસ્તાનમાં લાંબા સમયથી માનવાધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. પાકિસ્તાની સેના અને પોલીસ લોકો પર હુમલો કરે છે. અહીં વિદેશી મીડિયાની પહોંચ ખૂબ જ મર્યાદિત છે, જેના કારણે બલુચિસ્તાન સાથે સંબંધિત સમાચાર બહાર આવી શકતા નથી. બલૂચ લિબરેશન આર્મી (BLA)એ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતની સ્વતંત્રતા માટે લડતું સંગઠન છે. તેની સ્થાપના 2000 ના દાયકાની શરૂઆતમાં થઈ હતી અને ઘણા દેશો દ્વારા તેને આતંકવાદી સંગઠન પણ જાહેર કરવામાં આવ્યું છે.
BLAનો દાવો છે કે બલુચિસ્તાનના કુદરતી સંસાધનોનું શોષણ થઈ રહ્યું છે અને બલુચ લોકોના અધિકારો છીનવાઈ ગયા છે. આ સંગઠન પાકિસ્તાની સેના, સરકાર અને CPEC જેવા ચીની પ્રોજેક્ટ્સને નિશાન બનાવી રહ્યું છે. BLA તેના ગેરિલા યુદ્ધ શૈલી માટે જાણીતું છે. એનો અર્થ એ કે પહાડી વિસ્તારોમાં છુપાઈને સેના પર હુમલો કરવો અને તરત જ પાછા ફરવું.
BALOCHISTAN DECLARES INDEPENDENCE : પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે થોડા દિવસો પહેલા એક નિવેદનમાં કહ્યું હતું કે બલુચિસ્તાનમાં ફક્ત 1500 લોકોના કારણે અશાંતિ ફેલાઈ છે અને તેઓ લાખોની સંખ્યામાં પાકિસ્તાનની વ્યાવસાયિક સેનાને કોઈ નુકસાન પહોંચાડી શકે નહીં.
બ્રિટિશ માનવાધિકાર કાર્યકર્તા પીટર ટેશેલ માને છે કે પાકિસ્તાન બલુચિસ્તાનની સ્વતંત્રતામાં વિલંબ કરી શકે છે, પરંતુ તેને કાયમ માટે રોકી શકશે નહીં. તેમણે બલૂચ સંઘર્ષની તુલના વિયેતનામના આંદોલન સાથે કરી.
બલૂચ લેખક મીર યાર કહે છે કે બલૂચિસ્તાન હવે આઝાદીથી માત્ર બે ડગલાં દૂર છે. 1971માં બાંગ્લાદેશની પરિસ્થિતિ સાથે સરખામણી કરતા તેમણે કહ્યું કે પાકિસ્તાનની સેના અને ગુપ્તચર એજન્સીઓ આ વાસ્તવિકતા સ્વીકારી રહી નથી.