રેમેડેસ્વીર લાઈફ સેવિંગ નથી : અતુલ પટેલ

કોરોના ટાસ્ક ફોર્સ સમિતિના સભ્યનું નિવેદન

રેમડેસીવર ને લઈને લોકો મા ગેરમાન્યતા છે,

રેમડેસીવર માટે ઘણો અભ્યાસ થયો છે..

Icu અને વેન્ટીલેટર મા રહેલો દર્દી છે ,ઇજેક્સન આપવા થી મૃત્યુ દર ઘટ્યો એવું નથી..

રેમડેસીવર લાઈફ સેવિંગ છે એવું નથી

ગુજરાત સહીત સમગ્ર દેશમાં કોરોનાના સંક્રમણનું દિન પ્રતિદિન પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે રેમડેસ્વીર ઇન્જેક્શન અંગે લોકોમાં ફેલાયેલા ભ્રમને દુર કરવા માટે રાજ્યની કોરોના ટાસ્ક ફોર્સ સમિતિ દ્વારા શનિવારે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ટાસ્ક ફોર્સ સમિતિના સભ્ય અતુલ પટેલે કહ્યું હતું કે રેમડેસીવર સંદર્ભે લોકોમા ગેરમાન્યતા ફેલાયેલ છે.રેમડેસીવર માટે ઘણો અભ્યાસ થયો છે અને કરાયો છે. ઇન્જેક્શન આપવાથી મૃત્યુ દર ઘટ્યો એવું નથી.રેમડેસીવર લાઈફ સેવિંગ છે એવું નથી

અતુલ પટેલે વધુમાં કહ્યું હતું કે ન્યુમોનિયાના દર્દીઓ ને શ્વાસ લેવામાં સમસ્યાઓ છે તેને ઇજેક્સન આપવામાં આવે છે.રેમદડેસીવર ની બિનજરૂરી ઉપયોગ કરીશું તો આપણે ઇજકેશન ની અછત સર્જાશે.રેમડેસીવર ઇજકેશન વાયરસ ડાયરેકટર સીધો જ હુમલો નથી કરતો.લોકો ને એક જ મેસેજ છે પેનિક થઈ ને રેમદડેસીવર ઇજેક્સન લેવાની સહેજ પણ જરૂર નથી. બિનજરૂરી લેવાથી તેની સાઈડ ઇફેક્ટ પણ થઈ શકે છે.. લીવર પર સોજો થઈ શકે,કિડની પાર પણ અસર થશે,કોરોના ફરી પણ થઈ શકે છે..

પત્રકાર પરિષદમાં હાજર અન્ય એક અધિકારીએ કહ્યું હતું કે રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે સ્વાભાવિક છે કે દવાઓ અને ઓક્સિજન ની ડિમાન્ડ પણ વધે..રાજ્યમાં કેસો વધી રહયા છે તેની પાછળ હેલ્થ ની ટિમો કામે લાગેલી જ છે.રેમડેસીવર ઇજકેશન ની અછત ની વાતો કરવામાં આવી રહી છે પરંતુ અત્યારે ઘણી બધી કંપનીઓ ઇજેક્સન બનાવી રહી છે..ગુજરાતમાં યુ એસ એ કંપની સાથે એગ્રીમેન્ટ કરેલો છે…ભાવ કોઈ બાંધવામાં આવેલા નથી.100 mg ના 5400 રૂ રાખવામાં આવેલા છે..બીજી કંપનીઓએ 4800 રરૂપિયા અને 4000 રૂપિયા નક્કી કરેલા છે.સૌથી સસ્તી પણ આપણે ત્યાં જ રેમડેસિવર 899 રરૂપિયામાં બનાવવમાં આવે છે.જો કે ટેન્ડરમાં સૌથી ઓછો ભાવ હોય તેવી કંપનીઓ સાથે સરકાર એગ્રીમેન્ટ કરે છે.54000 ઇજેક્સનનો સ્ટોક ગુજરાત સરકાર પાસે આજના દિવસે છે.28000 અને 10000નો સ્ટોક માર્કેટ મા છે.જો કે રેમડેસીવર ઇજકેશન બીજા ઇજકેશન થી અલગ છે…હોસ્પિટલ ઉપયોગ જ કરી શકે તેવું નક્કી કરવામાં આવે છે.50 જિલ્લાઓ ની દુકાનોને નક્કી કરવામાં આવી છે અને ત્યાં આ ઇજકેશન મળી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *