રાષ્ટ્રીય ગૌ રક્ષા સંઘ ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષે ભાજપ પ્રદેશ પ્રમુખ ની શુભેચ્છા મુલાકાત કરી

રાષ્ટ્રીય ગૌ રક્ષા સંઘ ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષે ભાજપ પ્રદેશ પ્રમુખ ની શુભેચ્છા મુલાકાત કરી

રાષ્ટ્રીય ગૌ રક્ષા સંઘ ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ બીના પટેલ એ સુરત ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ
સી.આર.પાટીલ ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.મોમેન્ટો આપી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ને શુભેચ્છાઓ આપી મહિલા અધક્ષ બીના પટેલ દ્વારા લમ્પી રોગ થી ગૌવંશની રક્ષા અંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સાથે વિસ્તૃત ચર્ચાઓ કરાઈ હતી આવનારા સમય માં ગૌ રક્ષા અંગે વધુ ને વધુ જાગૃતા લાવવાના કરાતાં પ્રયાસો અંગે બીના પટેલ એ માહિતી આપી હતી સી.આર.પાટીલ દ્વારા સહયોગ આપવા અંગે ખાત્રી આપાઈ હતી. સુરત ખાતે કરાયેલ મુલાકાત માં રાષ્ટ્રીય ગૌ રક્ષા સંઘ રાષ્ટ્રીય સંયોજક સુનિલ પટેલ ના માર્ગ દર્શન હેઠળ કરાતા સંસ્થા ના વિવિધ કાર્યો ને રાષ્ટ્રીય ગૌ રક્ષા સંઘ ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ બીના પટેલ દ્વારા વિસ્તૃત રીતે સી.આર.પાટીલ ને સમાજવ્યા હતા આવનારા સમય માં સંસ્થા દ્વારા નવા કાર્યો હાથ ધરવાના છે તે અંગે માહિતી પણ ભાજપ પ્રદેશ પ્રમુખ ને અપાઈ હતી

સંપુણ વિગત શાંતિ થી સમજી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે રાષ્ટ્રીય ગૌ રક્ષા સંઘ રાષ્ટ્રીય સંયોજક સુનિલ પટેલ અને રાષ્ટ્રીય ગૌ રક્ષા સંઘ ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ બીના પટેલ ની ટીમ ની કામગીરી ને બિરદાવી હતી અને સંસ્થા અંગે કોઈપણ કાર્ય માટે જરૂરત હોય તો ઉપયોગી થવા ની કટિબ્ધતા દાખવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *