Ram Darbar : અયોધ્યાના રામ મંદિરમાં પહેલા માળે રામ દરબાર અને સંકુલમાં અન્ય 7 મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા

Ram Darbar
Ram Darbar

Ram Darbar : અયોધ્યાના રામ મંદિરમાં પહેલા માળે રામ દરબાર અને સંકુલમાં અન્ય 7 મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા

Ram Darbar : આજે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરમાં રામ દરબાર તેમજ સંકુલમાં 7 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ છે. આ દરમિયાન રામ મંદિરના પહેલા માળે રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ છે, જેની પહેલવહેલી તસવીરો સામે આવી છે. રામ દરબારમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ, માતા જાનકી અને હનુમાનજીની મૂર્તિઓ સ્થાપિત કરાઈ છે. આ પ્રસંગે રામ મંદિરને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. દેશ-વિદેશના હજારો ભક્તો અયોધ્યામાં ઊમટી પડ્યા છે. નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં પ્રતિષ્ઠાપન વિધિ કરાઈ હતી.

Ram Darbar: રામ દરબાર સહિત આ ઉપ મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા

મુખ્ય મંદિરમાં પ્રથમ માળે શ્રી રામ દરબાર

ઈશાન ખૂણે શિવલિંગ

અગ્નિકોણે શ્રી ગણેશ

દક્ષિણ કેન્દ્રમાં મહાબલી હનુમાન

દક્ષિણ પશ્ચિમ ખૂણે સૂર્ય દેવ

ઉત્તર પશ્ચિમ ખૂણે માતા ભગવતી

ઉત્તર કેન્દ્રમાં માતા અન્નપૂર્ણા

દક્ષિણ પશ્ચિમ કિલ્લે શેષાવતાર

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *