Rajkot :રાજકોટમાં ધો.11ની છાત્રાપર બે વખત દુષ્‍કર્મ આચરાયું

રાજકોટના (Rajkot) ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં સગીર વિદ્યાર્થિનીના પિતાએ વિશાલ પરમાર નામના યુવક વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ધોરણ 11ની વિદ્યાર્થિનીને ગત નવરાત્રિમાં વિશાલ પરમાર નામના યુવાન સાથે સંપર્ક થયો હતો. બાદમાં બંને અવારનવાર મળતાં હતા અને એક વખત ચોટીલા પણ ફરવા ગયા હતા. ગત બુધવારે વિશાલે ધારેશ્વર મંદિર પાસે વિદ્યાર્થિનીને બોલાવી હતી. આથી તે પોતાની સાઇકલ લઇ મંદિર પાછળની શેરીમાં રાખી વિશાલ સાથે બાઇકમાં બેસી બંને જતાં રહ્યા હતા. વિશાલ જામનગર રોડ પર તેના મિત્રના ઘરે લઇ ગયો હતો અને ‘આપણે લગ્ન કરવા જ છે, તું ચિંતા ન કર’ કહી બે વખત દુષ્‍કર્મ આચર્યું હતું.
આ બનાવમાં ભક્‍તિનગર પોલીસે ભોગ બનનાર 16 વર્ષની વિદ્યાર્થિનીના પિતાની ફરિયાદ પરથી જામનગર રોડ પર રહેતાં વિશાલ ચંદુભાઇ પરમાર નામના શખ્‍સ સામે IPC 363, 366, 376, પોક્‍સોની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે. વિદ્યાર્થિનીના પિતાએ ફરિયાદમાં છે કે, હું કારખાનામાં કામ કરું છું. મારે ત્રણ સંતાન છે. જેમાં મોટી 16 વર્ષ 3 માસની દીકરી ધોરણ 11માં અભ્‍યાસ કરે છે.
ગત બુધવારે વિશાલનો ફોન આવતાં પોતે સ્‍કૂલડ્રેસ પહેરીને ધારેશ્વર મંદિર પાસે ગઇ હતી. સાઇકલ ત્‍યાં જ રાખી વિશાલના બાઇકમાં બેસી ગઇ હતી. વિશાલ મને તેના જામનગર રોડ પર રહેતાં ફ્રેન્‍ડ હુશેનના ઘરે લઇ ગયો હતો. ત્‍યાં કોઇ ન હોઈ વિશાલે ‘આપણે લગ્ન કરવા જ છે, તું ચિંતા ન કર’ તેમ કહી મને નિર્વસ્ત્ર કરી બે વખત શરીરસંબંધ બાંધી લીધો હતો. એ પછી સાંજે હુશેનના ઘરેથી મને ધારેશ્વર મંદિર પાસે મૂકી ગયો હતો. ત્‍યારે અહીં સાઇકલ પણ ન હોઈ વિશાલ મને ઘર નજીક ઉતારી જતો રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *