*રાજકોટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં જસદણ ખાતે યોજાનારો આયુષ મેળો*

જળસંપતિ ,પાણીપુરવઠા, અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં તા.૦૪ માર્ચના રોજ જસદણ ખાતે આયુષ મેળાનું આયોજન થશે. 

‘‘આઝાદી કા અમૃત મહોત્સવ’’ તેમજ “હર દિન હર ઘર આયુર્વેદ અભિયાન’’ અંતર્ગત ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નિયામક આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા પંચાયત કચેરી,રાજકોટ તથા સરકારી આયુર્વેદ હોસ્પિટલ રાજકોટ દ્વારા પાટીદાર ભવન, આટકોટ રોડ,જસદણ ખાતે સવારે ૦૯ થી સાંજે ૦૫ વાગ્યા સુધી આ કાર્યક્રમ યોજાશે, જેમાં રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદર, ઉપપ્રમુખ સવિતાબેન વાસાણી, જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના અધ્યક્ષ જ્યોત્સનાબેન પાનસુરિયા તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય દક્ષાબેન રાદડીયા, મનસુખભાઈ સાકરીયા,શારદાબેન ધડુક,વિનુભાઈ મેણીયા,ખોડાભાઈ દુધરેજીયા,જસદણ તાલુકા પંચાયતના પ્રમુખ વનીબેન માલકીયા સહીતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. 

સાંધાના દુખાવા, ગઠિયો વા, કમરનો દુખાવામાં પંચધાતુ શલાકા દ્વારા સારવાર,

રક્તમોક્ષણ, ચામડીના રોગો, દુખાવો, લોહીનો બગાડ, સાંધાનો દુખાવો , માથાનો દુખાવો જેવી તકલીફોમાં એક્યુપંક્ચરની સોંયથી સારવાર,

અસાધ્ય રોગોમાં શરીરના ખાશ પોઈંટ(મર્મ) ને અંગુઠા આંગળીથી દબાવી કોઈ પણ જાતની દવા વગર ઈલાજ કરવામા આવશે.

પંચકર્મ- નિષ્ણાત દ્વારા આયુર્વેદ અનુસાર શુદ્ધિ માટેની પ્રક્રિયાઓ વમન,વિરેચન, અનુવાસન, બસ્તિ,આસ્થાપન બસ્તિ, નસ્ય વગેરે અંગે માર્ગદર્શન અપાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *