રાજકોટમાં ભારતીય ટીમની ‘જીત’

રાજકોટમાં ભારતીય ટીમની ‘જીત’:દ.આફ્રિકાને 82 રનથી હરાવ્યું, સિરીઝ 2-2થી બરાબર; આવેશે 4 વિકેટ લીધી

ટીમ ઈન્ડિયાએ રાજકોટમાં રમાયેલી ચોથી T20 ઈન્ટરનેશનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 82 રને હરાવી દીધું છે. આની સાથે જ ભારતીય ટીમે પાંચ મેચની શ્રેણીમાં 2-2ની બરાબરી મેળવી લીધી છે. દિનેશ કાર્તિક (55 રન), હાર્દિક પંડ્યા (46 રન) અને આવેશ ખાન (4 વિકેટ) ભારતની જીતના હીરો રહ્યા હતા.

T20 ઈન્ટરનેશનલમાં દક્ષિણ આફ્રિકા સામે ટીમ ઈન્ડિયાની આ સૌથી મોટી જીત છે. અગાઉનો રેકોર્ડ 48 રનનો હતો. ભારતની એકંદરે આ પાંચમી સૌથી મોટી જીત છે. ભારતીય ટીમે 2018માં ડબલિનમાં આયર્લેન્ડને આ માર્જિનથી હરાવ્યું હતું.

ટીમ ઈન્ડિયાનો ઓપનર ઋતુરાજ ગાયકવાડ આ મેચમાં વધુ કંઈ કરી શક્યો નહોતો અને 7 બોલમાં 5 રન કરીને લુંગી એન્ગિડીના બોલ પર ક્વિન્ટન ડિકોકના હાથે કેચ આઉટ થયો હતો. 3 નંબર પર બેટિંગ કરવા આવેલા શ્રેયસ અય્યર પણ વધુ સમય સુધી બેટિંગ કરી શક્યો નહોતો અને માત્ર 4 રન કરીને આઉટ થયો હતો. અય્યરનું પ્રદર્શન પણ આ શ્રેણીમાં કંઈ ખાસ કરી શક્યો નથી. તેમને સારી શરૂઆત મળી છે પરંતુ તેઓ તેને મોટી ઇનિંગ્સમાં બદલી શક્યા નથી.

ટીમ ઈન્ડિયા માટે શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ઈશાન કિશન પણ ચોથી T20માં રમ્યો નહોતો, ઈશાનને સારી શરૂઆત મળી હતી. પરંતુ તે તેને મોટા સ્કોરમાં બદલી શક્યો નહોતો. ઈશાન 26 બોલમાં 27 રન કરીને આઉટ થયો હતો. તેની વિકેટ એનરિક નોર્ત્યાએ લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *