રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ

રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ,વલસાડમાં વરસાદ

રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાં ભારે કરંટ વચ્ચે ગીર સોમનાથના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાં ભારે કરંટ વચ્ચે ગીર સોમનાથના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત વેરાવળ, કોડીનાર, સૂત્રાપાડામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વેરાવળ શહેર સહિત સીમ વિસ્તારમાં વહેલી સવારે વરસાદી જાપટૂ પડતા ઠંડક પ્રસરી છે.

રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ,વલસાડમાં વરસાદ

તો બીજી તરફ સતત બીજા દિવેૃસે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અહીં નવસારી શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ શરૂ થયો હતો. નવસારી શહેરમાં આવેલ મંકોડિયા, દુધિયા તળાવ, સ્ટેશન રોડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
આ ઉપરાંત વલસાડમાં વરસાદી માહોલ છવાયો છે. અહીં પતંજલિ યોગ બોર્ડ દ્વારા વલસાડના તિથલ દરિયા કિનારે સ્વામિનારાયણ મંદિરના સંકુલમાં યોગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વરસાદનું વિધ્ન નડતાં તમામ લોકોએ સ્વામિનારાયણ મંદિરના ડોમમાં યોગ કર્યા હતા. વલસાડ શહેરમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે શહેરના રોડ રસ્તા પાણી-પાણી થઈ ગયા છે. અહીં મોડી રાત્રે પણ વરસાદ પડ્યો હતો. વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *