RAIN IN KUTCH TODAY : કચ્છમાં લખપત, માંડવી, મુદ્રા અને અબડાસામાં વરસાદ, બીટા પાસે નદીની પાપડી તૂટી.

RAIN IN KUTCH TODAY : કચ્છમાં લખપત, માંડવી, મુદ્રા અને અબડાસામાં વરસાદ, બીટા પાસે નદીની પાપડી તૂટી.

RAIN IN KUTCH TODAY
RAIN IN KUTCH TODAY

RAIN IN KUTCH TODAY : કચ્છના લખપત તાલુકામાં છેલ્લા છ-સાત દિવસથી ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. શુક્રવારે વહેલી સવારથી પણ વરસાદનો દોર યથાવત રહ્યો હતો. વરસાદને કારણે માલધારીઓ અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. લખપત તાલુકાના મુખ્ય મથક દયાપર સહિત નાની વિરાણી, સિયોત, મુધાન, લાખાપર, અમિયા, ખટીયા, ધારેશી નરા અને હરોડામાં વરસાદ નોંધાયો છે.

RAIN IN KUTCH  TODAY
RAIN IN KUTCH TODAY

આ ઉપરાંત લક્ષ્મીરાણી, કનોજ, સુભાષપર, બીટીયારી, વર્માનગર, પીપર, રોડાસર અને બરંદામાં પણ વરસાદ થયો છે. માતાના મઢ, કોટડામઢ, આશાલડી, મુરચબાણ, મેઘપર ભાડરા, આશાપર, લખપત, ઉમરસર, પાનધ્રો, છેર, કપુરાશી અને ઘડુલી વિસ્તારમાં પણ વરસાદી માહોલ રહ્યો છે.

ગુરુવારે મોડી રાત્રેથી શરૂ થયેલો વરસાદ શુક્રવારે સવાર સુધી ચાલુ રહ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું જોર વધુ રહ્યું હતું. ધોધમાર વરસાદને કારણે તળાવોમાં નવા નીર આવ્યા છે. બીટા પાસે નદીની પાપડી તૂટી જવાને કારણે અબડાસા અને નખત્રાણાને જોડતો માર્ગ બંધ થયો છે.

RAIN IN KUTCH TODAY
RAIN IN KUTCH

પશ્ચિમ કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી વરસાદી માહોલ છે. મુદ્રાના ઝરપરા, નાની ખાખર અને સમા ધોધા વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. અબડાસાના નલિયા, બાલાપર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને માંડવી તાલુકામાં પણ વરસાદ પડી રહ્યો છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *