ORANGE ALERT IN 9 DISTRICT : ગુજરાતમાં આજે 6 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું

ORANGE ALERT IN 9 DISTRICT : ગુજરાતમાં આજે 6 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું

ORANGE ALERT IN 9 DISTRICT
ORANGE ALERT IN 9 DISTRICT

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ એટલે કે 22થી 28 ઑગસ્ટ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે.

ORANGE ALERT IN 9  DISTRICT
ORANGE ALERT IN 9 DISTRICT

ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. હાલમાં અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય થવાને કારણે આ સિસ્ટમની અસર જોવા મળશે. આ બે સિસ્ટમની સંયુક્ત અસરને કારણે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસે જણાવ્યું હતું કે, આ બે સિસ્ટમની સંયુક્ત અસરથી રાજ્યમાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે. આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છુટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, નવસારી, ડાંગ, મોરબી, જામનગર અને કચ્છમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.

ORANGE  ALERT IN  9 DISTRICT
ORANGE ALERT IN 9 DISTRICT

દરિયામાં પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતાને કારણે માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને રાજ્યના તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

અમદાવાદ શહેરમાં આજે બપોર બાદ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. શહેરના પાલડી, રિવરફ્રન્ટ, વાસણા, આશ્રમ રોડ, જમાલપુર, અને ખમાસા જેવા વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદ પડ્યો હતો.

ORANGE ALERT IN  9 DISTRICT
ORANGE ALERT IN 9 DISTRICT

આ ઉપરાંત, એસજી હાઇવે, શિવરંજની, સેટેલાઇટ, અને નહેરુનગર જેવા વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *