
Rain Forecast : ગુજરાતને ફરી ધમરોળશે મેઘરાજા
Rain Forecast : ગુજરાતને ફરી ધમરોળશે મેઘરાજા, આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Rain Forecast : ગુજરાતમાં સપ્ટેમ્બર, 2025ની શરૂઆતમાં કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. થોડા દિવસથી રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદને લઈને આગાહી કરી છે. જેમાં આવતીકાલે રવિવાર (14 સપ્ટેમ્બર)થી આગામી 6 દિવસ રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
Rain Forecast : આગામી 6 દિવસ હળવા વરસાદની આગાહી
Rain Forecast : વિભાગ મુજબ, આગામી 14 સપ્ટેમ્બરથી 16 સપ્ટેમ્બર સુધી ગુજરાતના તમામ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ દરમિયાન રાજ્યમાં 30-40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
Rain Forecast : 17 થી 19 સપ્ટેમ્બરની આગાહી
17 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં, સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં અને કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે.
Rain Forecast : 18-19 સપ્ટેમ્બરની વાત કરીએ તો, આ બંને દિવસ દરમિયાન મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના અમુક સ્થળોએ અને કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.