AAP દ્વારા વરસાદ થી અસરગ્રસ્ત ખેડૂતો માટે વળતરની માંગ કરાઇ

AAP દ્વારા વરસાદ થી અસરગ્રસ્ત ખેડૂતો માટે વળતરની માંગ કરાઇ

AAP આમ આદમી પાર્ટી પુર્વ કચ્છ ટીમ દ્વારા રાપર તાલુકાના આડેસર ગામની મુલાકાત લઇ વરસાદથી પ્રભાવિત પરિવારોમાં રાશનકીટનું વિતરણ કરાયું : અસરગ્રસ્ત ખેડૂતો માટે વળતરની માંગ કરાઇ

ગત અઠવાડીયામાં કચ્છમાં જ્યારે સર્વત્ર ભારે વરસાદ વરસી ગયો ત્યારે સૌથી વધુ વરસાદ રાપર તાલુકામાં વરસ્યો હતો. પુર્વ કચ્છની AAP આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા રાપર તાલુકાના આડેસર ગામની મુલાકાત લીધી હતી તથા અસરગ્રસ્તોની મુલાકાત લઇ તેમની મુશ્કેલીઓ જાણી હતી. 

AAP આમ આદમી પાર્ટી પુર્વ કચ્છના પ્રમુખ ડો. કાયનાત અંસારી આથાની આગેવાનીમાં રાપર તાલુકા પ્રમુખ એડવોકેટ સુરેશભાઇ મકવાણા, ઉપપ્રમુખ મહેશનાથ બાવાજી, અભિમન્યુ મહેતા દ્વારા આડેસર ગામના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી તેમજ સણવા અને ભીમદેવકા ગામમાં ડો. કાયનાત અંસારી આથા દ્વારા અસરગ્રસ્ત પરિવારોમાં રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

AAP અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમ્યાન આમ આદમી પાર્ટ પુર્વ કચ્છ દ્વારા તંત્રને અપીલ કરવામાં આવી હતી કે વરસાદી પાણીના નિકાલ માટે તાત્કાલીક યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, અનેક વિસ્તારોમાં હજુ વીજ પુરવઠો નથી ત્યારે વીજ પુરવઠો પુન:સ્થાપીત કરવામાં આવે, આરોગ્ય સબંધીત સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવે તેમજ અસરગ્રસ્ત ખેડૂતોને થયેલી નુકશાનીનો સર્વે કરી તાત્કાલીક અસરથી તેમને વળતર ચુકવવામાં આવે. અહીંની સ્થાનીક શાળાની મુલાકાત દરમ્યાન શિક્ષકોની ઘટ હોવાનું જણાયું હતું જે અંગે તાત્કાલીક અસરથી પગલા ભરવા માંગ કરવામાં આવી હતી.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *