Rain Forecast: બે દિવસના હળવા વરસાદ બાદ ગુજરાતમાં વરસાદની વિદાય! હવામાન વિભાગે આપ્યા સંકેત

Rain Forecast : બે દિવસના હળવા વરસાદ બાદ ગુજરાતમાં વરસાદની વિદાય! હવામાન વિભાગે આપ્યા સંકેત

Rain Forecast : ગુજરાતમાં ચોમાસાની સિઝનનો કુલ સરેરાશ 118 ટકા વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ કચ્છમાં 148 ટકા વરસાદ નોંધાયો છે. ચોમાસાની વિદાય સમયે હવામાન વિભાગે બે દિવસ હળવા વરસાદની આગાહી કરી છે. આ પછી રાજ્યમાં ચોમાસુ વિદાય લે તેવી શક્યતા છે.

Rain Forecast : બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

Rain Forecast : હવામાન વિભાગ મુજબ, આવતીકાલે ગુરુવાર (9 ઓક્ટોબર) દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને 10 ઓક્ટોબરના રોજ અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 

Rain Forecast : ખેડૂતો માટે રાહતના સમાચાર

Rain Forecast : ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. IMD અનુસાર, રાજ્યમાં 24 કલાક બાદ અડધા ગુજરાતમાં વાતાવરણ સુકુ પડી શકે છે. જેથી રાજ્યમાં વરસાદની શક્યતા ન હોવાનું સામે આવ્યું છે.

Rain Forecast : છેલ્લા 24 કલાકમાં 46 તાલુકામાં વરસાદ 

Rain Forecast : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 46 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં ભાવનગરના મહુવામાં 3.31 ઇંચ, વલસાડમાં 1.46 ઇંચ, નવસારીના ગણદેવીમાં 1.22 ઇંચ, ચીખલીમાં 1.14 ઇંચ વરસાદ ખાબક્યો છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *