અમદાવાદના માધુપુર વિસ્તારમાં કારચાલકે નશો કરી અકસ્માત સર્જતા ટોળાની કારમાં તોડફોડ કરી

અમદાવાદના માધુપુર વિસ્તારમાં કારચાલકે નશો કરી અકસ્માત સર્જતા ટોળાની કારમાં તોડફોડ કરી

અમદાવાદના માધુપુરા વિસ્તારમાં ગતરાત્રે નશાની હાલતમાં એક કારચાલકે બેફામ ગતિએ ડ્રાઇવિંગ કરતા અકસ્માત સર્જ્યો હતો. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ ઘટનાસ્થળે લોકો રોષે ભરાયા હતા અને કારચાલકને રોકી તેની કારમાં તોડફોડ કરી હતી. આ સમગ્ર ઘટના નો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો છે.

અમદાવાદ પોલીસના જણાવ્યા મુજબ, ધવલ પટેલ નામનો કારચાલક i10 કાર ચલાવી રહ્યો હતો. અકસ્માત દરમિયાન કારચાલકે બે-ત્રણ વાહનોને અથડાવી દીધા હતા. ત્યારબાદ લોકોએ ધવલ પટેલનો પીછો કર્યો હતો, જે ટોળાથી બચવા સફલ-6 બિલ્ડિંગમાં કાર લઈને ઘૂસી ગયો હતો. પરંતુ ગુસ્સે ભરાયેલા લોકોએ તેને ત્યાં ઘેરી લીધો અને કાર પર લાકડીઓ વડે હુમલો કરીને તોડફોડ કરી હતી.

અમદાવાદ આ અંગેની જાણ થતાં જ માધુપુરા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. ત્યારબાદ પોલીસે કારચાલક ધવલ પટેલને કસ્ટડીમાં લઈને પોલીસ સ્ટેશન પહોંચાડ્યો હતો.

પછી એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા પણ ઘટનાની તપાસ હાથ ધરાઈ હતી. ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર સુનીતા પટેલે જણાવ્યું હતું કે, “પ્રાથમિક તપાસમાં કારચાલક નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે. હજી સુધી કોઈને ઈજા થઈ હોવાની માહિતી નથી અને કોઈ વ્યક્તિએ ફરિયાદ નોંધાવી નથી. તેમ છતાં કારચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *