ભારતીય લેગ-સ્પિનર રાહુલ શર્માએ રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની બીજી આવૃત્તિમાં ભાગ લેવા માટે તમામ પ્રકારની રમતમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. રાહુલે ટ્વિટર પર પોસ્ટ કરીને નિવૃત્તિની જાહેરાત કરી છે. 2011માં ભારત માટે ડેબ્યૂ કરનાર આ ખેલાડીએ 4 ODI અને 2 T20 મેચ રમી છે.

8 ડિસેમ્બર 2011ના રોજ ભારત માટે ડેબ્યૂ કરનાર રાહુલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મોટા નામ સાથે પ્રવેશ કર્યો, પરંતુ ટૂંક સમયમાં જ તે વિવાદોમાં ફસાઈ ગયો અને પછી ઈજાના કારણે પરેશાન રહ્યો હતો. રાહુલની બોલિંગ એક્શનની તુલના મહાન સ્પિનર અનિલ કુંબલે સાથે કરવામાં આવી હતી. IPL 2011માં પૂણે વોરિયર્સ તરફથી રમતા આ ખેલાડીએ સૌથી પહેલા સચિન તેંડુલકરની વિકેટ લઈને હેડલાઈન્સ બનાવી હતી.
2012 માં તેના ડેબ્યુ પછીના વર્ષે રાહુલનું નામ મુંબઈમાં એક રેવ પાર્ટીમાં આવ્યું હતું. આ વિવાદમાંથી બહાર આવી લેગ સ્પિનરે ફરી એકવાર વાપસી કરી હતી, પરંતુ 2014માં તે ઈજાને કારણે ફરી બહાર થઈ ગયો હતો. આ પછી રાહુલને ક્યારેય વાદળી જર્સીમાં રમવાની તક મળી.

2010માં ડેક્કન ચાર્જર્સ તરફથી IPLમાં ડેબ્યૂ કરનાર રાહુલ પુણે વોરિયર્સ અને દિલ્હી માટે પણ રમ્યો હતો. 201મી આઈપીએલ સિઝન તેના માટે સૌથી યાદગાર હતી જ્યારે તેણે 14 વિકેટ લીધી હતી. આઈપીએલની આ શાનદાર સિઝન બાદ તેને ભારત તરફથી રમવાની તક મળી. ભૂતપૂર્વ ભારતીય ઓપનર વિરેન્દ્ર સેહવાગે આ ખેલાડીનું ડેબ્યૂ યાદગાર બનાવ્યું હતું. રાહુલે 2011માં વેસ્ટ ઈન્ડિઝ સામે તે મેચમાં ડેબ્યૂ કર્યું હતું જ્યારે સેહવાગે તેની પ્રથમ બેવડી સદી ફટકારીને ODIમાં 219 રન બનાવ્યા હતા.
એશિયા કપમાં ભારતનું અભિયાન 28 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યું છે. શરૂઆતની મેચમાં ભારતની ટક્કર પાકિસ્તાન જેવી મજબૂત ટીમ સાથે છે. જો કે આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટી રાહત મળી છે. ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડે કોવિડ-19ને હરાવ્યું છે અને તે આજની મેચમાં ડ્રેસિંગ રૂમમાં ઉપલબ્ધ રહેશે. આ સાથે વીવીએસ લક્ષ્મણ ભારત પરત ફરશે.
એશિયા કપ માટે દુબઈ જતા પહેલા રાહુલ દ્રવિડનો કોવિડ 19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તે ટીમ ઈન્ડિયા સાથે પ્રવાસ કરી શક્યો ન હતો. BCCIએ રાહુલ દ્રવિડની જગ્યાએ VVS લક્ષ્મણને વચગાળાના કોચ તરીકે દુબઈ મોકલ્યા હતા. પરંતુ હવે રાહુલ દ્રવિડ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો છે.

ક્રિકબઝના અહેવાલ મુજબ રાહુલ દ્રવિડ શનિવારે મોડી રાત્રે દુબઈ પહોંચ્યો હતો અને ટીમ સાથે જોડાઈ ગયો હતો. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રાહુલ દ્રવિડ પાકિસ્તાન સામેની મેચમાં ડ્રેસિંગ રૂમનો ભાગ હશે. આટલું જ નહીં, લક્ષ્મણના ભારત પરત ફરવાની માહિતી ક્રિકબઝના રિપોર્ટમાં પણ આપવામાં આવી છે.