
પંજાબ પોલીસ ઈન્ટેલિજન્સની ઓફિસ પર હુમલો
પંજાબના મોહાલી સ્થિત ઈન્ટેલિજન્સ બ્યૂરોની ઓફિસની બહાર એક જોરદાર વિસ્ફોટ થયો છે. પ્રાથમિક માહિતી પ્રમાણે રોકેટથી સંચાલિત ગ્રેનેટ ઈમારતના ત્રીજા બીજા માળે ફેકવામાં આવ્યો છે. આ વિસ્ફોટને લીધે બારીના કાચ તૂટી ગયા છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે.

મોહાલી પોલીસે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે એસએએસ નગર, સેક્ટર 77માં આવેલા પંજાબ પોલીસ ઈન્ટેલિજન્સના હેડક્વાટર્સ ખાતે લગભગ 7.45 વાગે એક વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં કોઈ જાનહાનિ થઈ નથી. વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને તપાસ કામગીરી શરૂ કરી દીધી છે. ફોરેન્સિક ટીમ પણ આ સ્થળે પહોંચી રહી છે.મુખ્યમંત્રી ભગવંત માને આ ઘટના અંગે પોલીસ પાસેથી વિસ્તૃત અહેવાલ માગ્યા છે
