પોરબંદર શહેર-જિલ્લામાં દેશી-વિદેશી દારુના ૮ દરોડા : ૧૦ શખ્સો સકંજામાં

પોરબંદર શહેર-જિલ્લામાં પોલીસે દેશી-વિદેશી દારુના ધંધાર્થીઓ પર ધોંસ બોલાવવાનું ચાલુ રાખ્યું છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન પોલીસે પોરબંદર શહેર સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આઠ સ્થળોએ પાડેલા દરોડામાં દેશી-વિદેશી દારુ સાથે ૧૦ શખ્સો ઝડપાઈ જવા પામ્યા હતા.
કમલાબાગ પોલીસ મથકના સ્ટાફે ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે રાત્રીના એરપોર્ટ નજીક આવેલા ગાયત્રી હાઈટ્સ બિલ્ડીંગમાં દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે હંસરાજ ઉર્ફે કારો ભાણજીભાઈ લાખાણા (ઉં.વ.૫૭, રહે. સીતારામનગર, પોરબંદર) તથા રામા હીરાભાઈ સીંધલ (ઉં.વ.૩૨, રહે. રાણાવાવ) નામના શખ્સોને રુ.૫૨૦૦ની કિંમતના વિદેશી દારુની ૧૮ બોટલ સાથે ઝડપી લીધા હતા.


આ ઉપરાંત, પોલીસે પોરબંદર શહેર ઉપરાંત, જિલ્લાના રાણાવાવ, આદિત્યાણા તથા કાટેલા ખાતે પણ દેશી દારુના ધંધાર્થીઓ પર દરોડા પાડ્યા હતા. જેમાં પોરબંદર શહેરમાંથી બાબુ મેરુભાઈ કુછડિયા તથા જીજ્ઞેશ હાજાભાઈ આંત્રોલિયા છાયા પંચાયત ચોકી પાસેથી બાઈક પર પસાર થતાં પોલીસે બંનેને અટકાવી તેમની પાસેથી રુ.૫૦૦નો ૨૫ લિટર દેશી દારુ ઝડપી લીધો હતો.

આ બંને શખ્સોની પૂછપરછ બાદ ઉદ્યોગનગર પોલીસે સોમનાથ-દ્વારકા હાઈવે પર આવેલા બાબુ કુછડિયાની ઓરડીમાં દરોડો પાડી ત્યાંથી દેશી દારુ બનાવવાનો માલ-સામાન મળી કુલ રુ.૫૩૨૫નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઉપરાંત બોખીરામાંથી સુમરીબેન ભીમાભાઈ ખૂંટી, રાણાવાવમાંથી મંજુબેન લાખાભાઈ કેશવાલા, આદિત્યાણામાંથી સરમણ અરજણ ઓડેદરા તથા રાજા ગલા ગુરગુટિયા અને કાટેલા ગામેથી હમીર મુરુભાઈ ઓડેદરાને દેશી દારુ સાથે ઝડપી લઈને પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *