રાણાવાવ પોલીસ સ્ટેશનની હદમાં બરડા ડુંગર વિસ્તારમાં એલસીબી અને એસઓજીની ટીમે દરોડા પાડયા

બરડા ડુંગરમાં દરોડો પોરબંદરમાં દારૂનો જથ્થો મુખ્યત્વે બરડા ડુંગરમાંથી આવે છે તેથી રાણાવાવ પોલીસ સ્ટેશનની હદમાં બરડા ડુંગર વિસ્તારમાં એલસીબી અને એસઓજીની ટીમે દરોડા પાડયા હતા. અને દારૂની ભઠ્ઠીનો નાશ પણ કર્યો હતો. જેમાં આદિત્યાણા નવાપરામાં રહેતા લાખા હમીર રબારી હાજર મળી આવ્યો ન હતો. પરંતુ કોઠાવાળા નેશની દક્ષિણે એક કીમી દુર ઉડીઝરમાંથી ૪૦૦ લીટર આથો, પ્લાસ્ટીકના બે બેરલ, બે બોઇલર બેરલ, બે ફિલ્ટર બેરલ, પતરાના ૩૦ ડબ્બા સહિત ૩૩૫૦ની મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અને લાખાની શોધખોળ હાથ ધરી હતી.

જ્યુબેલી ચાર રસ્તા નજીક ખાડીમાં દરોડો

જ્યુબેલી હાથી કેમિકલ પાસે રહેતા દિપક ઉર્ફે બુધીયો અરવિંદ ઝાલાએ જયુબેલી ચાર રસ્તાથી સતીઆઇ મંદિર તરફ જતા રસ્તે ખાડીમાં ચેરના વૃક્ષોની નીચે ૪૦૦ લીટર આથો અને બેરલ સહિત ૧૬૦૦ નો મુદ્દામાલ રાખ્યો હતો જે પોલીસે કબ્જે કરીને દીપકની ધરપકડ કરી છે.

અન્યત્ર દરોડા

ખારવાવાડ મીઠી મસ્જીદ પાસે રહેતા રમેશ ઉર્ફે સમરી મેપા કોટીયાને ૨૦ રૂપિયાના દારૂ સાથે, ખારવાવાડ ગણેશ મંદિર પાસે ગરબી ચોકમાં રહેતા વૈશાલ ઉર્ફે કેલો જીવન સોનેરીને ૨૨૦ રૂપિયાના દારૂ સાથે પકડી પાડ્યો હતો. કડીયા પ્લોટ શેરી નં. ૮ નો પ્રશાંત રાજુ ઉર્ફે ભાવનગરી બાપોદરા હાજર મળી આવ્યા ન હતો તેના મકાનમાંથી ૧૮૦ રૂપિયાનો દારૂ કબ્જ થયો છે. ખાપટ નાગદેવતાના મંદિર પાસે રહેતી શાંતિબેન ખોડા કડછાને ૧૪૦ રૂપિયાના દારૂ સાથે પકડી લેવાયા હતા.

રાણાવાવ સ્મશાન પાસે વાગડીયાવાસમાં રહેતી મુકતાબેન રામજી મકવાણા હાજર મળી આવ્યા ન હતી. તેના ઓરડામાં કબાટના ખાનામાંથી ૧૦૦ રૂપિયાનો દારૂ મળી આવ્યો હતો. કુતિયાણા તલાવડી વિસ્તારના વિરમ ભીમા ઓડેદરા પણ હાજર મળી આવ્યો ન હતો. તેના મકાનમાંથી ૨૦૦ રૂપિયાનો દારૂ કબ્જ થયો હતો. ભોમીયાવદરના ખીમા દુદા કારાવદરાને ૨૦૦ રૂપિયાના દારૂ સાથે પકડી લેવાયો હતો. જ્યારે ખાંભોદરનો રાણા રાજા ગોઢાણીયા હાજર મળી આવ્યો ન હતો પરંતુ તેને ખાંભોદરમાં તેના ઘર નજીક અવાવરું ખઢેરમાં ૨૦૦ લીટર આથો, કેરબા, લોખંડીન ટાંકી, ૮૦ લીટર દારૂ ભરેલ બચકુ સહિત ૨૧૫૦ ની મુદ્દામાલ રાખ્યો હતો જે પોલીસે કબ્જે કર્યો છે. રીણાવાડાની સીમમાં સીકોતેર મંદિર પાસે વાડીએ રહેતો બાલુ વેજા ઓડેદરા હાજર મળી આવ્યો ન હતો. તેના મકાનના ઢાળીયામાંથી ૨૨૦ નો દારૂ કબ્જે થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *