Air Pollution : અમદાવાદની હવા ઝેરી બની, અનેક વિસ્તારોના AQI 400ને નજીક

Air Pollution : અમદાવાદની હવા ઝેરી બની, અનેક વિસ્તારોના AQI 400ને નજીક

Air Pollution : અમદાવાદ શહેરની હવા ઝેરી બની ગઈ છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ ગંભીર સ્તરે પહોંચ્યું છે. કેટલાય વિસ્તારોમાં AQI 400ને નજીક પહોંચી ગયું છે.

Air Pollution : દેશની રાજધાની દિલ્હીમાં વર્ષોથી શિયાળામાં ભારે પ્રદૂષણનો મુદ્દો ચર્ચામાં રહ્યો છે, ત્યારે હવે અમદાવાદની હવા પણ ઝેરી બની છે. અમદાવાદ શહેરમાં છેલ્લા થોડા દિવસોથી હવાની ગુણવત્તામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારે ઠંડીના પ્રકોપ પછી હવાનું પ્રદૂષણ ખતરનાક સ્તર પર પહોંચી ગયું છે. શહેરના અનેક વિસ્તારમાં AQI 400ને પાર પહોંચી ગયો છે.

ઠંડીના પ્રકોપ સાથે હવાનું પ્રદૂષણ

અમદાવાદમાં ઠંડી સાથે હવાનું પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચ્યું છે. ત્યારે વહેલી સવારથી શહેરમાં ધુમ્મસ છવાયેલું હોવાની સાથે જ અમદાવાદમાં વાયુ પ્રદુષણને કારણે વિઝીબિલીટી ઘટી જાય છે. ઠંડીના કારણે પ્રદૂષણના કણો હવામાં નીચે રહી જાય છે જેથી હવાની ગુણવત્તા વધુ બગડે છે. ભારે ઠંડી અને ધુમ્મસની સાથે હવા પ્રદૂષણને કારણે અનેક વિસ્તારોમાં સવારના સમયે વિઝિબિલિટી ઘટી જાય છે. વિઝિબિલિટી ઘટવાના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. હવામાં ઝેરી કણોનું પ્રમાણ વધતા AQI (એર ક્વોલિટી ઇન્ડેક્સ) 400ને પાર પહોંચી ગયું છે, જે ‘ખૂબ જ ખરાબ’ કેટેગરીમાં ગણાય છે.

અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોનો AQI

બોપલ આંબલી – 424

બોપલ – 412

થલતેજ – 378

ગોતા – 378

જુહાપુરા – 310

બોડકદેવ – 275

શાંતિગ્રામ – 276

નવરંગપુરા – 278

શાહીબાગ – 260

ઉસમાનપુરા – 269

વટવા – 254

સોનીની ચાલી – 251

મણિનગર – 249

રખિયાલ – 245

કઠવાડા – 243

એરપોર્ટ – 235

સેટેલાઇટ – 232

ઇસરો – 236

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *