
કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે માતર વિધાનસભા વિસ્તારમાં કાર્યક્રમ યોજ્યો આગામી વિધાનસભાની ચૂંટણી અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કાર્યાલય દ્વારા સાંસદ સંપર્ક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે કેન્દ્રીય મંત્રી અને ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણે તેમનું બે દિવસીય સંપર્ક સંવાદ કાર્યક્રમ હાથ ધર્યો હતો. આગામી વિધાનસભાની તૈયારી માટે માર્ગદર્શન આપ્યું જેના ભાગ રૂપે ખેડા જિલ્લાના કપડવંજ, કઠલાલ, મહુધા વિધાનસભાના કાર્યકરોને અને સ્થાનિકોને રૂબરૂ મળીને સંપર્ક કર્યો હતો. આજ રોજ માતર ભાજપ કાર્યાલયમાં માતર વિધાનસભાના હોદેદારો અને કાર્યકરોને રૂબરૂ મળ્યા હતા.

આગામી વિધાનસભાની તૈયારી માટે માર્ગદર્શક પ્રવચન આપ્યુ હતું.સરકારની યોજનાઓની લોકો સુધી પહોચાડવા તથા બુથ લેવલ સુધી સંગઠનને વધુ બળ મળે તેવા કાર્ય પર ભાર મુકાયો છે. હોદેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા કમળના ચિન્હ પર પક્ષ જે ઉમેદવાર નક્કી કરે તેને સૌએ સાથે મળીને ચૂંટી લાવવા હાકલ કરી હતી.આ બેઠકમાં માતર વિધાનસભાના પ્રભારી મુકેશભાઈ શુક્લ, માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી,જિલ્લા ઉપપ્રમુખ ચંદ્રેશભાઈ પટેલ,જિલ્લા પંચાયત ઉપપ્રમુખ બાબુભાઈ પરમાર,માતર તાલુકા ભાજપ કનુભાઈ ઝાલા,તથા ખેડા વસો તાલુકાના પ્રમુખ અને સંગઠનના હોદેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.