
Mandvi : બૌંતેર જિનાલયનાં મંદિરમાંથી દાનપેટીની ઉઠાંતરી
Mandvi : માંડવી તાલુકાના કોડાય પુલ પાસેના બૌંતેર જિનાલયના ગુરુ મંદિરમાંથી ચોર દ્વારા દાનપેટીની ઉઠાંતરી થયાની ફરિયાદ નોંધાઇ છે. આ અંગે માંડવી પોલીસ મથકે બૌંતેર જિનાલયમાં રહેતા ગિરીશ મેઘજી સૈયા (જૈન)એ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 7-10ના રાતથી આજ સવાર સુધીમાં કોઇ અજાણ્યા ચોર ઇસમે બૌંતેર જિનાલયના ગુરુ મંદિરમાંથી દાનપેટી જેમાં અંદાજે 10 હજાર રૂપિયા રોકડાની ચોરી કરી લઇ ગયા છે. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.