આમ આદમી પાર્ટીના 120 કપડવંજ વિધાનસભાના ઉમેદવાર તરીકે મનુ પટેલની પસંદગી કરાઈ

આમ આદમી પાર્ટીના 120 કપડવંજ વિધાનસભાના ઉમેદવાર તરીકે મનુ પટેલની પસંદગી કરાઈઆમ આદમી પાર્ટીના 120 કપડવંજ વિધાનસભાના ઉમેદવાર તરીકે મનુ પટેલની પસંદગી કરાઈઆમ આદમી પાર્ટીના 120 કપડવંજ વિધાનસભાના ઉમેદવાર તરીકે મનુ પટેલની પસંદગી કરાઈઆમ આદમી પાર્ટીના 120 કપડવંજ વિધાનસભાના ઉમેદવાર તરીકે મનુ પટેલની પસંદગી કરાઈ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું રણશિંગુ ફુંકાઈ રહ્યું છે, ત્યારે 120 કપડવંજ વિધાનસભા મત વિસ્તાર માટે સૌ પ્રથમ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે પાટીદાર આગેવાન મનુભાઈ રામા઼ભાઈ પટેલની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે.

કપડવંજ નગર સેવા સદનના વોર્ડ નંબર 6ના મ્યુનિસિપલ સદસ્ય મનુભાઈ પટેલ ઊંઝા સંસ્થાન ખેડાના તથા પાટીદાર સેનાના પ્રમુખ તરીકે સેવાઓ આપી રહ્યા છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પૂર્વ સદસ્ય અને કપડવંજ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પૂર્વ ચેરમેન, 25 વર્ષોથી સામાજિક સેવાના કાર્યમાં તેમજ ખેડૂત આગેવાન તરીકે સક્રિય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કપડવંજ વિધાનસભાની આ વખતની સામાન્ય ચૂંટણીમાં કુલ 2,99,319 મતદારો પૈકી 1,52,011 પુરુષો તથા સ્ત્રી 1,47,296 તથા અન્ય 12 મતદારોનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *