
18 જૂને હીરાબાના જન્મદિવસે માતાને મળવા આવશે PM નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબા 18 જૂને 100 વર્ષનાં થશે. આ દરમિયાન જ PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 17 અને 18 જૂને ગુજરાતના પ્રવાસે આવી રહેલા વડાપ્રધાન મોદી 18 જૂને માતા હીરાબાને સવારે તેમના ગાંધીનગરના નિવાસસ્થાને મળી શકે છે. હીરાબાના 100મા જન્મદિવસે વડનગરના હાટકેશ્વર મંદિરમાં પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુંદરકાંડના પાઠથી લઈને શિવઆરાધના કરવામાં આવશે. તેઓ 18 જૂને ગુજરાતના પાવાગઢ ખાતે મા કાલી મંદિરનો જીર્ણોદ્ધાર અને ધ્વજારોહણ પણ કરશે. તેઓ વડોદરામાં પણ સભાને સંબોધન કરવાના છે.
18 જૂને હીરાબાના જન્મદિવસે માતાને મળવા આવશે PM નરેન્દ્ર મોદી
આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચે બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા ત્યારે 11 માર્ચના રોજ સવારના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધા બાદ રાત્રે 9 વાગ્યે માતા હીરાબાને મળવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા, જ્યાં તેમણે આશીર્વાદ લઈ માતાના ખબરઅંતર પૂછ્યા હતા. એટલું જ નહીં, નરેન્દ્ર મોદીએ હીરાબા સાથે બેસીને ખીચડી ખાધી હતી.

PM નરેન્દ્ર મોદી કરશે આ કાર્યોનાં લોકાર્પણ-ખાતમુહૂર્ત
પાલનપુર – મદાર ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરનું લોકાર્પણ
ગેજ પરિવર્તન બાદ અમદાવાદ-બોટાદ રેલવે પેસેન્જર ટ્રેનનું ફ્લેગ ઓફ કરાવશે.
લુનિધાર- ઢસા, પાલનપુર-રાધનપુર પેસેન્જર ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે
ગાંધીધામમાં લોકોમોટિવ મરામત ડેપો, સુરત, ઉધના, સોમનાથ, સાબરમતી રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટના કામોના ખાતમુહૂર્ત કરશે.
વિજાપુર-આંબલિયાસણ, નડિયાદ-પેટલાદ, કડી-કટોસણ, આદરજ મોટી-વિજાપુર,જંબુસર – સમની, પેટલાદ – ભાદરણ અને હિંમતનગર-ખેડબ્રહ્મા રેલવે લાઇનના ગેજ પરિવર્તનનાં કામોનું ખાતમુહૂર્ત પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે.
