PM Modi on Rajya Sabha : યુદ્ધની અસર લાંબા ગાળા સુધી રહેશે, PM મોદીએ રાજ્ય સરકારોને આપ્યા 2 મોટા ટાસ્ક

PM Modi on Rajya Sabha : યુદ્ધની અસર લાંબા ગાળા સુધી રહેશે, PM મોદીએ રાજ્ય સરકારોને આપ્યા 2 મોટા ટાસ્ક

PM Modi on Rajya Sabha : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ઊર્જા અને વેપાર પર ગંભીર અસર જોવા મળી રહી છે. આ પરિસ્થિતિ પર ભારત સરકારે ગંભીરતાથી ધ્યાન આપ્યું છે અને દેશના હિતોને સુરક્ષિત રાખવા માટે જરૂરી પગલાં લીધા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં આ મુદ્દે ચર્ચા કરતાં જણાવ્યું કે, આ સંકટની અસર માત્ર ટૂંકા ગાળાની નથી, પરંતુ લાંબા ગાળે પણ વિશ્વ અર્થતંત્રને અસર કરશે.

PM Modi on Rajya Sabha : ભારત માટે સૌથી મોટી ચિંતા ગલ્ફ દેશોમાં રહેતા લાખો ભારતીય નાગરિકોની સુરક્ષા છે. સાથે જ હોર્મુઝ સ્ટ્રેટમાં અટવાયેલા જહાજો અને તેમાં કામ કરતા ભારતીય ક્રૂ સભ્યોની સલામતી પણ મહત્વપૂર્ણ મુદ્દો છે. ભારત સતત વિવિધ દેશો સાથે સંપર્કમાં રહીને તણાવ ઘટાડવા અને શાંતિ સ્થાપિત કરવા પ્રયાસ કરી રહ્યું છે.

PM Modi on Rajya Sabha : કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે, દેશમાં ઇંધણની અછત નહીં સર્જાય. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે પોતાની ઊર્જા સુરક્ષા મજબૂત બનાવી છે અને હવે અનેક દેશોથી તેલ અને ગેસની સપ્લાય મેળવી રહ્યો છે. આ પગલાંઓ ભારતને વૈશ્વિક સંકટ દરમિયાન વધુ મજબૂત બનાવે છે.

PM Modi on Rajya Sabha : આત્મનિર્ભર ભારત

આ સંજોગોમાં “આત્મનિર્ભર ભારત”નો વિચાર વધુ મહત્વનો બની ગયો છે. હાલમાં ભારતનો મોટો ભાગનો વેપાર વિદેશી જહાજો પર આધારિત છે, જેને કારણે સંકટ સમયે મુશ્કેલી ઊભી થઈ શકે છે. તેથી, સ્વદેશી જહાજ નિર્માણને પ્રોત્સાહન આપવા માટે મોટા પાયે યોજના શરૂ કરવામાં આવી છે.

PM Modi on Rajya Sabha : PM મોદીએ રાજ્ય સરકારને આપ્યા 2 મોટા ટાસ્ક

આ તરફ PM મોદીએ રાજ્ય સરકારોને ખાસ ટાસ્ક આપ્યા છે.પ્ર ધાનમંત્રીએ રાજ્ય સરકારોને વર્તમાન પરિસ્થિતિનો લાભ ઉઠાવી રહેલા કાળા બજારિયાઓ અને સંગ્રહખોરો સામે કડક વલણ અપનાવવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે રાજ્ય સરકારોને બે મુખ્ય ટાસ્ક સોંપ્યા: પ્રથમ આવશ્યક ચીજવસ્તુઓનું સતત નિરીક્ષણ કરવું અને બીજું જ્યાં પણ સંગ્રહખોરીની જાણ થાય ત્યાં તાત્કાલિક પગલાં લેવા.

PM Modi on Rajya Sabha : સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે સામાન્ય જનતાને મોંઘવારીથી બચાવી શકાય અને દેશની અર્થવ્યવસ્થા સ્થિર રહે. આ માટે એક આંતર-મંત્રીય જૂથ પણ બનાવવામાં આવ્યું છે, જે હાલની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. આ સંકટ ભલે ગંભીર હોય, પરંતુ ભારત પોતાની મજબૂત આર્થિક સ્થિતિ અને યોગ્ય આયોજનના આધારે તેનો સામનો કરવા તૈયાર છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *