Pm modi આંધ્ર પ્રદેશમાં નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ, PM મોદીએ વિપક્ષ પર કર્યા પ્રહાર

આંધ્ર પ્રદેશમાં નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ, PM મોદીએ વિપક્ષ પર કર્યા પ્રહાર

Pm modi આંધ્ર પ્રદેશમાં નવા અલ્લૂરી સીતારામ રાજૂ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ, PM મોદીનો વિપક્ષ પર નિશાન

Pm modi આંધ્ર પ્રદેશના વિઝિયાનગરમ જિલ્લાના ભોગાપુરમ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે અલ્લૂરી સીતારામ રાજૂ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કર્યું. આ સાથે તેમણે આશરે 18 હજાર કરોડ રૂપિયાના વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરીને રાજ્યના વિકાસને નવી ગતિ આપવાનો સંદેશ આપ્યો.

Pm modi કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે ભોગાપુરમનું આ આધુનિક એરપોર્ટ ‘સ્વર્ણ આંધ્ર’ના વિઝનને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર રાજ્યમાં આધુનિક પરિવહન અને કનેક્ટિવિટી વધારવા માટે સતત કામ કરી રહી છે.

Pm modi એરપોર્ટના નામને લઈને વિપક્ષ પર પ્રહાર

Pm modi વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં વિપક્ષ પર આડકતરો પ્રહાર કરતાં કહ્યું કે અગાઉ એરપોર્ટોના નામ મોટાભાગે એક જ પરિવારના નામે રાખવામાં આવતા હતા. જ્યારે એનડીએ સરકારે વાલ્મીકી, સંત રવિદાસ અને અલ્લૂરી સીતારામ રાજૂ જેવા મહાન રાષ્ટ્રીય નાયકોના નામે એરપોર્ટોને નામ આપીને તેમને યોગ્ય સન્માન આપવાનો પ્રયાસ કર્યો છે.

Pm modi ચંદ્રબાબુ નાયડૂના વિઝનની પ્રશંસા

પીએમ મોદીએ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડૂના વિકાસલક્ષી અભિગમની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે એક તરફ રાજ્યમાં વિશ્વસ્તરીય એરપોર્ટનું નિર્માણ થઈ રહ્યું છે અને બીજી તરફ આદિવાસી મહિલાઓ દ્વારા ઢિમસા નૃત્યમાં વિશ્વ રેકોર્ડ સર્જાઈ રહ્યો છે, જે વિકાસ અને સંસ્કૃતિનું અનોખું સંતુલન દર્શાવે છે.

Pm modi 2014 બાદ એરપોર્ટોની સંખ્યામાં નોંધપાત્ર વધારો

વડાપ્રધાને જણાવ્યું કે વર્ષ 2014 સુધી દેશમાં માત્ર 74 કાર્યરત એરપોર્ટ હતા, જ્યારે 2026 સુધી આ સંખ્યા વધીને 166 થઈ ગઈ છે. તેમણે ઉમેર્યું કે સરકાર દ્વારા 29 હજાર કરોડ રૂપિયાના બજેટ સાથે ઉડાન (UDAN) યોજનાનો આગામી તબક્કો પણ શરૂ કરવામાં આવ્યો છે, જેનાથી દેશના નાના શહેરોને હવાઈ સેવા સાથે વધુ સારી રીતે જોડવામાં આવશે.

મૈસૂરમાં પણ કાર્યક્રમ

Pm modi આંધ્ર પ્રદેશના કાર્યક્રમ બાદ વડાપ્રધાન મોદી કર્ણાટકના મૈસૂર પહોંચ્યા, જ્યાં તેમણે શ્રી રામકૃષ્ણ આશ્રમ ખાતે સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક યુવા કેન્દ્ર (વિવેકા સ્મારક)નું ઉદ્ઘાટન કર્યું.

વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *