
CWG 2026 : બોક્સિંગમાં સાક્ષી ચૌધરી અને પ્રિયા ઘનઘસે જીત્યા ગોલ્ડ, ભારતના કુલ 33 મેડલ
CWG 2026 : ગ્લાસગોમાં ચાલી રહેલી કૉમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતે બોક્સિંગમાં વધુ બે ગોલ્ડ મેડલ જીત્યા છે. મહિલાઓની 51 કિલો ભારવર્ગમાં હરિયાણાની સાક્ષી ચૌધરીએ ઇંગ્લેન્ડની રૂબી વાઇટને 5-0થી હરાવી ગોલ્ડ મેડલ જીત્યો. ત્યારબાદ મહિલાઓની 60 કિલો ભારવર્ગમાં પ્રિયા ઘનઘસે કેનેડાની મેરી બાથેલ અલ અહમદીને હરાવી ભારતને વધુ એક ગોલ્ડ અપાવ્યો.
CWG 2026 : આ સાથે ભારતના કુલ મેડલની સંખ્યા 33 થઈ છે. ભારતે અત્યાર સુધીમાં 10 ગોલ્ડ, 15 સિલ્વર અને 8 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
CWG 2026 : સાક્ષી ચૌધરી સામાન્ય રીતે 54 કિલો ભારવર્ગમાં રમે છે, પરંતુ ક્વોટા ઉપલબ્ધ ન હોવાથી તેણે વજન ઘટાડીને 51 કિલો કેટેગરીમાં ભાગ લીધો હતો. વર્ષ 2008ના બેઇજિંગ ઓલિમ્પિકમાં વિજેન્દર સિંહના પ્રદર્શનથી પ્રેરાઈ તેણે બોક્સિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી. તે અગાઉ જુનિયર વર્લ્ડ ચેમ્પિયન અને બે વખત યુથ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ પણ જીતી ચૂકી છે.
