
PM MODI વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષ: સેવા, સુશાસન અને વિકાસની નવી ગાથા
PM MODI 26 મે, 2014ના રોજ નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ સાથે શરૂ થયેલી તેમની યાત્રાએ 12 વર્ષ પૂર્ણ કર્યા છે. 2024માં સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ 26 મે, 2026ના રોજ તેમના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થયા છે.
PM MODI ગત 12 વર્ષ દરમિયાન ભારતે વિકાસ, સુશાસન, ગરીબ કલ્યાણ, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વૈશ્વિક પ્રતિષ્ઠાના ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ નોંધાવી છે. “સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ, સબ કા પ્રયાસ”ના મંત્ર સાથે દેશને આત્મનિર્ભર ભારત અને “વિકસિત ભારત @2047”ના લક્ષ્ય તરફ આગળ ધપાવવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત પણ દેશની આ વિકાસયાત્રામાં અગ્રેસર રહ્યું છે. રાજ્ય આજે ઔદ્યોગિક વિકાસ, હરિત ઊર્જા, સેમિકન્ડક્ટર ઉત્પાદન, વૈશ્વિક રોકાણો અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે.
PM MODI નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતને અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ મળ્યા છે. સરદાર સરોવર ડેમ પર દરવાજા લગાવવાની મંજૂરીથી લઈને અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, રાજકોટ ગ્રીનફિલ્ડ એરપોર્ટ, AIIMS હોસ્પિટલ, નવસારી પીએમ મિત્ર પાર્ક, ભરૂચ બલ્ક ડ્રગ પાર્ક, કચ્છનો વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક, દાહોદ ઇલેક્ટ્રિક લોકોમોટિવ પ્લાન્ટ અને વડોદરાનો C-295 એરક્રાફ્ટ ઉત્પાદન પ્રોજેક્ટ જેવા વિકાસકાર્યો રાજ્યને મળ્યા છે.
PM MODI ગુજરાતમાં રેલવે અને મેટ્રો કનેક્ટિવિટીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. કેવડિયા સુધીની રેલવે કનેક્ટિવિટી, પાંચ વંદે ભારત ટ્રેનો, ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ, અમદાવાદ અને સુરત મેટ્રો પ્રોજેક્ટ્સ રાજ્યના પરિવહન ક્ષેત્રમાં નવી દિશા આપી રહ્યા છે.
PM MODI વિકાસની સાથે વારસાના સંરક્ષણ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. સોમનાથ સ્વાભિમાન પર્વ, વડનગરનું આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સિયલ મ્યુઝિયમ અને લોથલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ જેવા પ્રોજેક્ટ્સ દ્વારા ગુજરાતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક સ્તરે રજૂ કરવામાં આવી રહ્યો છે.
PM MODI વડાપ્રધાન તરીકેના 12 વર્ષ દરમિયાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે આત્મવિશ્વાસ, સુશાસન અને વિકાસના નવા માપદંડો સ્થાપિત કર્યા છે. ‘વિકસિત ભારત @2047’ના સંકલ્પ સાથે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પ્રયાસો સતત આગળ વધી રહ્યા છે.