
PM મોદીના ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ:સાસણ સિંહ સદન ખાતે નેશનલ બોર્ડ ફોર વાઈલ્ડ લાઈફની બેઠક બાદ રાજકોટ જવા રવાના
PM વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ગઈકાલે (રવિવાર) જામનગર, સોમનાથ અને સાસણ બાદ આજે વહેલી સવારે સિંહદર્શન કરવા પહોંચ્યા હતા. સિંહદર્શન બાદ હવે વડાપ્રધાન સાસણ સિંહ સદન ખાતે પરત ફર્યા હતા, જે બાદ વર્લ્ડ વાઈડ લાઈફની કોન્ફરન્સમાં વન વિભાગના ઉચ્ચકક્ષાના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. બેઠક પહેલાં PMએ નેશનલ રેફરલ સેન્ટર જૂનાગઢનો શિલાન્યાસ કર્યો અને રિવર ડોલ્ફિનની વસ્તી અંગેનો રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો.
PM નરેન્દ્ર મોદીનો ત્રણ દિવસનો ગુજરાત પ્રવાસ
PM વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે રાત્રિ જામનગર પહોંચ્યા હતા. સર્કિટ હાઉસમાં રાત્રિરોકાણ કર્યા બાદ રવિવારે જામનગર ખાતે વનતારાની મુલાકાત લીધી હતી. જે બાદ હેલિકોપ્ટર દ્વારા સોમનાથ પહોંચ્યા હતા. જ્યાં મંદિરમાં શાસ્ત્રોક્તવિધિ સાથે સોમનાથદાદાનાં દર્શન-પૂજન અને આરતી કરી હતી. ત્યારબાદ હેલિકોપ્ટર મારફતે વડાપ્રધાનનું સાસણમાં આગમન થયું હતું. જ્યાં વડાપ્રધાન મોદીની ઝલક માટે સોમનાથ બાદ સાસણમાં મોટી સંખ્યામાં લોકો ઊમટ્યા હતા. મોદી..મોદી..ની બૂમોથી ગીર ગૂંજી ઊઠ્યું હતું.
PM નરેન્દ્ર મોદીએ સાસણ ગીર નેશનલ પાર્ક ખાતે નેશનલ બોર્ડ ફોર વાઈલ્ડ લાઈફની 7મી બેઠકમાં ભાગ લીધો.