PANJAB POLICE ARRESTED ANOTHER PAKISTANI SPY : પાકિસ્તાન સમર્થિત જાસૂસી નેટવર્કમાં સંડોવણીના આરોપસર જ્યોતિ મલ્હોત્રા બાદ યુટ્યુબર જસબીર સિંહની ધરપકડ

PANJAB POLICE ARRESTED ANOTHER PAKISTANI SPY : પાકિસ્તાન સમર્થિત જાસૂસી નેટવર્કમાં સંડોવણીના આરોપસર જ્યોતિ મલ્હોત્રા બાદ યુટ્યુબર જસબીર સિંહની ધરપકડ

PANJAB POLICE ARRESTED ANOTHER PAKISTANI SPY
PANJAB POLICE ARRESTED ANOTHER PAKISTANI SPY

PANJAB POLICE ARRESTED ANOTHER PAKISTANI SPY : પંજાબ પોલીસની સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલએ આજે વધુ એક પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી છે. પાકિસ્તાન સમર્થિત જાસૂસી નેટવર્કમાં કથિત સંડોવણી હોવાના આરોપસર યુટ્યુબર જસબીર સિંહની ધરપકડ કરવામાં આવી છે. તેના યુટ્યુબ પર 11 લાખથી વધુ સબ્સક્રાઈબર્સ છે.

પોલીસે જણાવ્યું હતું કે, રૂપનગરમાં રહેતો જસબીર સિંહનો પાકિસ્તાનના સિક્રેટ એજન્ટ શાકિર ઉર્ફ જટ્ટ રંધાવા સાથે સંબંધ હોવાનો આરોપ છે. જે એક આતંકી સમર્થિત જાસૂસી નેટવર્કનો હિસ્સો છે. જસબીરનો હરિયાણાની યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા અને પાકિસ્તાની નાગરિક અહેસાન-ઉર-રહીમ ઉર્ફ દાનિશ સાથે અંગત સંબંધ હતાં. દાનિશ પાકિસ્તાન હાઈ કમિશનમાંથી બરતરફ કરવામાં આવેલો અધિકારી છે.

PANJAB POLICE ARRESTED ANOTHER PAKISTANI SPY : પંજાબ પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે, જસબીર સિંહે દાનિશના નિમંત્રણ પર દિલ્હીમાં આયોજિત પાકિસ્તાન નેશનલ ડે સમારોહમાં ભાગ લીધો હતો. જ્યાં તેની મુલાકાત પાકિસ્તાની સેનાના અન્ય અધિકારીઓ અને બ્લોગર્સ સાથે થઈ હતી. જસબીરે 2020, 2021 અને 2024માં ત્રણ વખ પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. તેના ઈલેક્ટ્રોનિક ડિવાઈસમાં અનેક પાકિસ્તાન આધારિત ફોન નંબર છે. જેની ફોરેન્સિક તપાસ હાથ ધરાઈ છે. જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ બાદ જસબીરે PIO સાથે પોતાના તમામ કોમ્યુનિકેશનના પુરાવા ડિલિટ કરવાનો પ્રયાસ કર્યો હતો. મોહાલીના SSOC માં આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે.

PANJAB POLICE ARRESTED ANOTHER PAKISTANI SPY : પંજાબ પોલીસની કાઉન્ટર ઈન્ટેલિજન્સ વિંગે ગઈકાલે તરણતારણ પોલીસ સાથે મળી એક જોઈન્ટ ઓપરેશનમાં પાકિસ્તાની જાસુસ ગગનદીપ સિંહની ધરપકડ કરી હતી. ગગનસિંહના પાકિસ્તાની એજન્સી ISI અને ખાલિસ્તાની સમર્થક ગોપાલસિંહ ચૌહાણ સાથે સંપર્ક હતો. આરોપીએ ઓપરેશન સિંદૂર દરમિયાન સેનાની એક્ટિવિટી અને ડિપ્લોમેન્ટ સંબંધિત સંવેદનશીલ માહિતી પાકિસ્તાનની એજન્સીને આપી હોવાનો આરોપ હતો.

PANJAB POLICE ARRESTED ANOTHER PAKISTANI SPY : પહલગામ આતંકી હુમલા બાદ દેશભરમાં આતંકવાદી ગતિવિધિઓ અને પાકિસ્તાન માટે જાસૂસી કરતાં લોકોની શોધ હાથ ધરાઈ હતી. જેમાં અત્યારસુધીમાં યુટ્યુબર, વિદ્યાર્થી, સિક્યોરિટી ગાર્ડ સહિત 15થી વધુ પાકિસ્તાનના જાસૂસની ધરપકડ થઈ છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *