SINDOOR VAN AT BHUJ : કચ્છમાં આવતા પ્રવાસીઓ ને રાફેલ S-400, બ્રહ્મોસ, વિક્રાંતની પ્રતિકૃતિ જેવા ભારતના બનાવેલા લડાઈના સાધનો ભુજ ના સિંદૂર વનમાં જોઈ શકશે

SINDOOR VAN AT BHUJ : કચ્છમાં આવતા પ્રવાસીઓ ને રાફેલ S-400, બ્રહ્મોસ, વિક્રાંતની પ્રતિકૃતિ જેવા ભારતના બનાવેલા લડાઈના સાધનો ભુજ ના સિંદૂર વનમાં જોઈ શકશે.

SINDOOR VAN AT BHUJ
SINDOOR VAN AT BHUJ

SINDOOR VAN AT BHUJ : કચ્છ જિલ્લામાં ગુજરાત સરકારે ‘ઓપરેશન સિંદૂર’ના સન્માન માટે એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. ભુજ શહેર નજીક 20 એકરમાં સિંદૂર વનનું નિર્માણ કરવામાં આવશે. આ વન પીએમ મોદીની તાજેતરની સભા સ્થળે બનાવવામાં આવશે. પ્રવાસીઓને આ વનમાં રાફેલ S-400, આઇએનએસ વિક્રાંત,સહિતની પ્રતિકૃતિ જોવા મળશે.

SINDOOR VAN AT BHUJ 4
SINDOOR VAN AT BHUJ 4
SINDOOR VAN AT BHUJ 3
SINDOOR VAN AT BHUJ 3
SINDOOR VAN AT BHUJ 2
SINDOOR VAN AT BHUJ 2

નેવી, એરફોર્સ, બીએસએફ સહિતનાં વિવિધ સેક્શન જોવા મળશે.પ્રાપ્ત માહિતી અનુસાર, આ ‘સિંદૂર વન’ વર્ષ 2027 સુધીમાં તૈયાર થઈ જશે.

SINDOOR VAN AT BHUJ 1
SINDOOR VAN AT BHUJ 1

આ અંગે કચ્છ કલેકટર આનંદ પટેલે જણાવ્યું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન આપણી સેના, સરકાર અને આપણી સમાજે એક સાથે મળીને પોતાની જવાબદારી નિભાવી છે. કચ્છ જિલ્લાના નાગરિકોએ પણ આ ઓપરેશમાં તમામ જવાબદારીઓ નિભાવી છે. ઓપરેશન સિંદૂરનો ઇતિહાસ આવનારી પેઢીઓ જાણી શકે, ગૌરવની અનુભૂતિ કરી શકે એ માટે ભુજ શહેર પાસે લગભગ 20 એકર જમીનમાં ‘સિંદૂર વન’ના નિર્માણની પસ્તાવના કરવામાં આવી છે. આ જમીનનું આઈડેન્ટીફિકેશન કરી લેવામાં આવ્યું છે અને સ્ટેટ ગવર્મેન્ટ લેવલેથી, રાજ્ય સરકારના માર્ગદર્શનમાં જિલ્લા પ્રસાશન અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી નોડલ એજન્સી તરીકે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ વનનું નિર્માણ કરાશે.

સિંદૂર વન અંગે મુખ્ય જિલ્લા વન સંરક્ષક સંદીપ કુમારે જણાવ્યું કે, ભુજ નજીક સિંદૂર વન નિર્માણ માટે પ્રથમ તબક્કામાં જંગલ ઉભું કરવાની પ્રાથમિકતા રહેશે. આ માટે હાલ રાજ્ય સરકાર તરફથી રૂ. 2 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જે અંતર્ગત 8 હેકટર જમીનમાં સર્વે કામગીરીની આજથી શરૂઆત કરવામાં આવશે અને વન સ્થળે ખાડા ખોદવા, પાણીની વ્યવસ્થા કરવા, તેમાં 35થી 40 હજાર પ્રજાતિના રોપાઓનું વાવેતર કરવામાં આવશે. આ રોપાઓના ઉછેર ટપક પદ્ધતિ વડે કરવામાં આવશે. જેમાં સિંદૂર રોપાઓની સંખ્યા વિશેષ રહેશે. આ તમામ પ્રક્રિયા વર્ષના અંત સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે. ત્યારબાદ ઓપરેશન સિંદૂર થીમ આધારિત ખાસ પ્રોજેકટ અમલમાં આવશે. આ માટેની ડિઝાઇન ગ્રાફિક્સ તૈયાર કરી સરકારની મંજૂરી માટે મોકલવામાં આવશે. જે મંજૂરી મળે તેના પર કામ કરવામાં આવશે.

વનમાં નૌ સેનાના વિક્રાંત જહાજની ઝાંખી ઉભી કરવા સાથે આર્મીની શક્તિ બતાવતા શસ્ત્રો, બીએસએફ અને એરફોર્સની સેવા, આધુનિક એરક્રાફ્ટની પ્રતિકૃતિ, ડ્રોન સિસ્ટમ વગેરેનો સમાવેશ થઈ શકે છે. આ સ્થળ સ્થાનિક લોકો માટે હરવા ફરવાના સ્થળ સાથે દેશની સેન્ય શક્તિ નિહાળવા અને ગૌરવની લાગણીનો અનુભવ આપતું બની રહેશે. લોકો આનંદ સાથે શુદ્ધ હવા પણ મેળવી શકશે. જોકે પ્રવેશ ફી અંગે તેમણે અજાણતા દર્શાવી હતી.આ મુદ્દે મંગળવારે ગ્રાન્ટ, પ્લાન, સર્વે સહિતની કામગીરી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આદરી દેવામાં આવી છે. સીસીએફ ડો સંદીપકુમારે, પશ્ચિમ કચ્છના નાયબ વન સંરક્ષક હર્ષ ઠક્કર સહીત ઉચ્ચ અધિકારીઓ સાથે વન વર્તુળ કચેરી ખાતે બેઠક યોજી અને આયોજન મુદ્દે ચર્ચા-વિચારણા કરી હતી. દેશના અનોખા સિંદૂર વનને બનાવવા રાજ્યસરકાર અને કેંદ્રસરકાર સીધું માર્ગદર્શન આપી રહી છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *