
પાલીતાણાના ઠાડચ ગામે માતા, પુત્ર પર પરિવારજનોનો હુમલો લાકડી, પાઈપ વડે આડેધડ માર મારી ધાક ધમકી અપાઈ પાલીતાણાના ઠાડચ ગામે બહેનને કાકાનો દિકરો હેરાન કરતો હોય જે બાબતે ઠપકો આપતા કાકા-કાકી અને તેના દિકરા સહીત ચારે હુમલો કરી માતા-પુત્ર પર હુમલો કરી પાઈપ, લાકડીના ઘા ફટકારી ઈજા પહોંચાડી ધાક ધમકી આપતા ફરીયાદ નોંધાવા પામી હતી. બનાવની જાણવા મળતી વિગતો અનુસાર પાલીતાણાના ઠાડચ ગામે રહેતા લાલજીભાઈ વેરશીભાઈ પરમારે પાલીતાણા રૂરલ પોલીસ મથકમાં તેના ભાઈ ભનુ વેરશીભાઈ પરમાર, ભાભી હીરૂ ભનુભાઈ પરમાર, તેના બે દિકરા હરેશ ભનુભાઈ પરમાર, ભરત ભનુભાઈ પરમાર સામે ફરીયાદ નોંધાવી હતી કે, તેઓની દીકરીને તેના ભાઈનો દિકરો હરેશ અવાર નવાર હેરાન પરેશાન કરતો હોય જે બાબતે આજે તેનો દિકરા રવજીભાઈ ઘરે ઠપકો આપવા માટે જતા ઉક્ત તમામે હુમલો કરી તેમજ ૨વજીભાઈ અને તેઓના પત્નીને લાકડી, પાઈપના ઘા ફટકારી ઈજા પહોંચાડી ઢીંકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઉક્ત બનાવ અનુસંધાને પોલીસે આઈપીસી. ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪, તેમજ જીપી એક્ટ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી. . .