મહુવામાં બે ભાઈઓ ઉપર ૭ શખ્સનો સશસ્ત્ર હુમલો મંડળી રચી શખ્સોએ કુહાડી, લાકડીના ઘા ઝીંક્યા ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડાય

મહુવામાં બે ભાઈઓ ઉપર ૭ શખ્સનો સશસ્ત્ર હુમલો મંડળી રચી શખ્સોએ કુહાડી, લાકડીના ઘા ઝીંક્યા ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડાય મહુવાના પરશીવલપરામાં રહેતા અને ગેસ્ટ હાઉસ ધરાવતા વેપારી તેના ભાઈ સાથે દીકરીને પજવણી કરતા શખ્સોને સમજાવવા માટે જતા બે કારમાં શખ્સોએ આવી ગેરકાયદે મંડળી રચી બન્ને ભાઈ ઉપર સશસ્ત્ર હુમલો કરી કુહાડી, લાકડીના ઘા ઝીંકી ઈજા પહોંચાડતા બન્નેને ઈજાગ્રસ્ત હાલતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણવા મળતી વિગતો અનુસાર મહુવાના પરશીવલપરામાં રહેતા અને રૂપમ ગેસ્ટ હાઉસ ધરાવતા પરાગભાઈ કિશોરભાઈ મશરુએ મહુવા પોલીસ મથકમાં અભય મકવાણા, યશ સોલંકી, ધૃવ ગુજરીયા, અભય મકવાણાના મોટાભાઈ, કાકા અને બે અજાણ્યા શખ્સ સામે ફરીયાદ નોંધાવી હતી કે, તેઓની દીકરી ધો. ૧૦ માં ટ્યુશનમાં જતી હોય તે વેળાએ છોકરાઓ કવરામણી કરતા હોય જેથી તેઓ અને તેના ભાઈ ચીરાગભાઈ મશરુ બન્ને રાધેશ્યામ પાર્કની બાજુમાં બેસેલા યશ સોલંકી, ધૃવ ગુજરીયા, અભય મકવાણાને ઠપકો આપવા માટે જતા છોકરાઓએ ઉશ્કેરાઈ તમે ઉભા રહો હમણા આવીએ છીએ તેમ કહી ત્યાથી જતા રહ્યા બાદ બે કાર ક્રેટા નંબર જીજે. ૦૪. ડીએ- ૮૨૭૨ અને સ્વીફ્ટ કારમાં ઉક્ત તમામ શખ્સોએ આવી ગેરકાયદે મંડળી રચી કુહાડી, લાકડીના ધોકા જેવા હથીયારો ધારણ કરી તેને તેમજ તેના ભાઈ ઉપર હુમલો કરી આડેધડ માર મારી ઈજા પહોંચાડી આજે તો તમે બચી ગયા છો. પણ ફરીવાર સામે આવશો તો જાનથી મારી નાખશ તેમ કહી અભય મકવાણાએ ધમકી આપી હતી. જ્યારે ધૃવ ગુજરીયાએ મારા ભાઈ સામે જોઈને ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી હતી. દરમિયાન ઈજાગ્રસ્ત હાલતે બન્ને ભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ફરીયાદ અનુસંધાને મહુવા પોલીસે આઈપીસી. ૩૨૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, તેમજ જીપી એક્ટ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *