#OperationSindoor પાકિસ્તાન પર સ્ટ્રાઈક પછી અજીત ડોભાલે અમેરિકી NSAને જાણ કરી:રશિયા-સાઉદીને પણ આપી જાણકારી, કહ્યું- ભારતીય કાર્યવાહી સચોટ રહી

#OperationSindoor પાકિસ્તાન પર સ્ટ્રાઈક પછી અજીત ડોભાલે અમેરિકી NSAને જાણ કરી:રશિયા-સાઉદીને પણ આપી જાણકારી, કહ્યું- ભારતીય કાર્યવાહી સચોટ રહી

#OperationSindoor ભારતીય દૂતાવાસની પ્રેસ વિજ્ઞપ્તિમાં કહેવામાં આવ્યું છે, ‘ભારતની કાર્યવાહી સચોટ રહી છે. આ કદમ સચોટ, જવાબદાર અને બિનઉશ્કેરણીજનક રીતે ઉઠાવાયા છે. કોઈપણ પાકિસ્તાની નાગરિક, આર્થિક કે સૈન્ય લક્ષ્યને નિશાન બનાવાયા નથી. માત્ર ઓળખી લેવાયેલા આતંકી શિબિરો પર હુમલા કરવામાં આવ્યા

#OperationSindoor અમેરિકાના વિદેશ મંત્રીને NSA અજીત દોભાલે જાણકારી આપી

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાનમાં સ્થિત 9 આતંકી અડ્ડાઓ પર એરસ્ટ્રાઈક કરી. આ એરસ્ટ્રાઈક પછી તરત ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો સાથે વાત કરી અને તેમને આ કાર્યવાહી અંગે જાણકારી આપી.

 #OperationSindoor રશિયા-સાઉદીને પણ કરાઈ હુમલાની જાણ

 #OperationSindoor આ ઉપરાંત ભારતે બ્રિટન, સાઉદી અરેબિયા, યુનાઈટેડ આરબ અમીરાત અને રશિયાને પણ આ એર સ્ટ્રાઈક અંગે જાણકારી આપી છે. ભારતે પાકિસ્તાનમાં 9 આતંકી અડ્ડાઓ પર એર સ્ટ્રાઈક કર્યા પછી પાકિસ્તાને એવી વાત કરી હતી કે ભારતે રહેણાંક વિસ્તારોમાં હુમલા કર્યા છે. આ અંગેનો જવાબ આપતા અને પોતાની કાર્યવાહી અંગે સ્પષ્ટ જાણકારી આપતા NSA અજીત દોભાલે અમેરિકા સહિત વિવિધ દેશોને ભારતની કાર્યવાહી અંગે સ્પષ્ટ જાણકારી આપી છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *