OPERATION SHIELD MOCK DRILL : રાજ્યમાં 24 દિવસ બાદ ફરી આજે સાંજ ના 5થી 8 સુધી સિવિલ ડિફેન્સની “ઓપરેશન શીલ્ડ” મોકડ્રિલ, ફરી આજે સાયરન, અને અંધારપટ

OPERATION SHIELD MOCK DRILL : ગત 22 એપ્રિલના રોજ પહેલગામમાં આતંકી હુમલો થયા બાદ ભારતે 7 મેના રોજ પાકિસ્તાનના આતંકી અડ્ડાઓ પર એરસ્ટ્રાઇક કરી હતી. એરસ્ટ્રાઇકના જ દિવસે રાજ્યના 18 જિલ્લામાં મોકડ્રિલ-બ્લેકઆઉટ કરવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ આજે (31 મે, 2025) 24 દિવસ બાદ ફરી સિવિલ ડિફેન્સ દ્વારા રાજ્યના સરહદી વિસ્તાર સહિત 18 જેટલા જિલ્લામાં સિવિલ ડિફેન્સ દ્વારા ‘ઓપરેશન શીલ્ડ’ અંતર્ગત મોકડ્રિલ અને બ્લેકઆઉટ કરાશે.
OPERATION SHIELD MOCK DRILL : રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આજે સાંજના 5થી 8 વાગ્યા દરમિયાન અલગ અલગ સમયે સાયરન વગાડી મોકડ્રિલ-બ્લેકઆઉટ કરવામાં આવશે. એમાં પણ જે સ્થળે મોકડ્રિલ યોજાશે એની આસપાસના વિસ્તારોમાં જ બ્લેકઆઉટ કરાશે. ઉલ્લેખનીય છે કે 29મીના યોજાનારી મોકડ્રિલ મોકૂફ રાખી હતી અને એ હવે આજે, એટલે 31મીએ યોજાશે

OPERATION SHIELD MOCK DRILL : બનાસકાંઠા જિલ્લામાં સાંજે 5 વાગ્યે સરહદી વિસ્તાર નડાબેટ ખાતે સિવિલ ડિફેન્સ મોકડ્રિલનું આયોજન કરાશે તથા વાવ-સુઈગામ તાલુકાનાં તમામ ગામડાંમાં સાંજે 7.45 કલાકથી 8.15 કલાક સુધી સંપૂર્ણ બ્લેકઆઉટ કરાશે. આ મોકડ્રિલમાં યુદ્ધ સહિત કોઈપણ કુદરતી ગંભીર આપત્તિ વ્યવસ્થાપન સમયે ઇજાગ્રસ્ત અને ફસાયેલા નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવા, પ્રાથમિક સારવાર ઉપલબ્ધ કરાવવી જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે. વાવ સુઈગામનાં તમામ ગામડાંમાં સાયરન વગાડીને બ્લેકઆઉટ કરાશે. આ બ્લેકઆઉટ દરમિયાન સ્ટ્રીટલાઈટ, હોર્ડિંગ અને દુકાનો તથા પોતાના ઘરમાં એનું સંપૂર્ણ પાલન થાય એ માટે ખાસ સૂચન કર્યું છે.
પાટણ જિલ્લામાં સિવિલ ડિફેન્સ અંતર્ગત “ઓપરેશન શીલ્ડ” સિવિલ ડિફેન્સ એક્સર્સાઇઝ યોજવાની છે. જિલ્લામાં BPCL ટર્મિનલ, સિદ્ધપુર, IOCL ટર્મિનલ, સિદ્ધપુર, GIDC સિદ્ધપુર, સિદ્ધપુર નગરપાલિકા, પાટણ નગરપાલિકા, ચાણસ્મા નગરપાલિકા, હારીજ નગરપાલિકા, રાધનપુર નગરપાલિકા, IOCL પાઇપલાઇન યુનિટ, રાધનપુર, HPCL પંપિંગ સ્ટેશન, સાંતલપુર અને બોર્ડર પરનાં આઠ ગામ એમ કુલ 18 લોકેશન પર સાંજે પાંચ વાગે સિવિલ ડિફેન્સ એક્સર્સાઇઝ યોજાશે. રાતના 8થી 8.30 કલાક દરમિયાન સંપૂર્ણ બ્લેકઆઉટ કરવામાં આવશે.

OPERATION SHIELD MOCK DRILL : ભુજમાં સ્મૃતિવન મ્યુઝિયમ એન્ડ મેમોરિયલ ખાતે મોકડ્રિલ યોજવામાં આવશે. જિલ્લા તંત્ર દ્વારા પાઠવાયેલી સત્તાવાર યાદી અનુસાર, ભુજમાં સ્મૃતિવન મ્યુઝિયમ એન્ડ મેમોરિયલ ખાતે સાંજે 5.30 કલાકે નાગરિક સંરક્ષણ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. આ મોકડ્રિલ સમગ્ર શહેરને લાગુ પડશે નહીં એવું પણ જણાવાયું છે. રાત્રે આઠથી સાડાઆઠ બ્લેકઆઉટ, પણ આખા શહેરમાં નહીં, માત્ર સ્મૃતિવન આસપાસ જ રાખવામાં આવશે.
અમદાવાદ શહેરમાં શાહીબાગ કેન્ટોનમેન્ટ ખાતે જ્યારે વિરમગામમાં પોલીસલાઇન ખાતે સિવિલ ડિફેન્સ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આ બંને સ્થળે સાંજે પાંચ વાગ્યાથી જુદી જુદી છ પ્રકારની એક્ટિવિટીનો અભ્યાસ કરાશે. ત્યાર બાદ આ બંને સ્થળે રાત્રે 7:45 વાગ્યાથી બ્લેકઆઉટ કરવામાં આવશે.
OPERATION SHIELD MOCK DRILL : જ્યારે રાજકોટ શહેરના માધાપર વિસ્તારમાં સૌપ્રથમ 6.45 વાગ્યાથી મોકડ્રિલ શરૂ થશે અને બાદમાં રાત્રે 8થી 8.15 વાગ્યા દરમિયાન માધાપર અને એની આસપાસના વિસ્તારોમાં ડ્રોન હુમલાની મોકડ્રિલ અને બ્લેકઆઉટ યોજાશે. રાજ્ય સરકારના આદેશ અનુસાર, માધાપર વિસ્તારમાં રાત્રે 8 વાગ્યે સાયરન વગાડવામાં આવશે. એ દરમિયાન આજુબાજુના વિસ્તારોમાં રહેતા નાગરિકોએ ટોટલ બ્લેકઆઉટનું પાલન કરવાનું રહેશે.
વડોદરામાં મોકડ્રિલના મુખ્ય સ્થળ પાદરા તાલુકાનું નગર પાદરા (શહેરી વિસ્તાર) છે, જ્યાં મોકડ્રિલ સાંજે 4:45થી 9:30 સુધી યોજાશે. બીજી કરજણ તાલુકાના ગામડા વિસ્તારના આઇનોક્સ એર કંપની નજીક આવેલા જૂની જીથરડી ગામ ખાતે આયોજન કરાયું છે. ત્રીજી મોકડ્રિલ ઇએમઇ સ્કૂલ કંપાઉન્ડ (વડોદરા શહેર) ખાતે મોડીસાંજ સુધી કરાશે અને બ્લેકઆઉટનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
OPERATION SHIELD MOCK DRILL : મોકડ્રિલ એ એક પ્રકારની “પ્રેક્ટિસ” છે, જેમાં આપણે જોઈએ છીએ કે જો કોઈ કટોકટી (જેમ કે એરસ્ટ્રાઈક અથવા બોમ્બ હુમલો) હોય તો સામાન્ય લોકો અને વહીવટી તંત્ર કેટલી ઝડપથી અને કેટલી ઝડપથી પ્રતિક્રિયા આપે છે.
OPERATION SHIELD MOCK DRILL : બ્લેકઆઉટ એક્સર્સાઈઝનો અર્થ એ છે કે નિર્ધારિત સમય માટે આખા વિસ્તારની લાઇટ્સ બંધ કરવી. એનો હેતુ એ બતાવવાનો છે કે જો દુશ્મન દેશ હુમલો કરે તો અંધારામાં આ વિસ્તારને કેવી રીતે સુરક્ષિત રાખી શકાય? આનાથી દુશ્મનને લક્ષ્ય સાધવામાં મુશ્કેલી પડે છે.

પહેલગામ આતંકી હુમલાની ઘટના બાદ પાકિસ્તાન સરહદ પર તણાવભરી સ્થિતિ સર્જાઈ હતી. પાકિસ્તાન તરફથી સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરાઈ રહ્યું હતું. ત્યારે દેશના સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટમાં 7 મેના રોજ મોકડ્રિલનું આયોજન કરાયું હતું, જેના ભાગરૂપે ગુજરાતના 18 જિલ્લામાં પણ સાંજે 4 વાગ્યે સાયરન વગાડી મોકડ્રિલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો. આતંકવાદીઓએ 26 પ્રવાસીને મોતને ઘાટ ઉતાર્યા હતા. 7 મેના રોજ ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) અને પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાં પર હવાઈ હુમલા કર્યા હતા. સેનાએ 100 આતંકવાદીને ઠાર માર્યા હતા. 10 મેના રોજ સાંજે 5 વાગ્યાથી બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ પર સહમતી થઈ હતી, જોકે ત્યારથી પાકિસ્તાન સતત ઉશ્કેરણીજનક નિવેદનો આપી રહ્યું છે.